લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાતમાં ભાજપનું જબરદસ્ત કેમ્પેઇન ચાલી રહ્યું છે. મોટા સંખ્યામાં વિપક્ષમાંથી લોકો ભાજપમાં જઈ રહ્યા છે. ગઈ કાલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ તેમના સમર્થકો સાથે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ત્યારે કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય ભાજપમાં ભળવા જઈ રહ્યા છે. જાણકારી મુજબ આગામી 12 ફેબ્રુઆરીના રોજ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સી જે ચાવડા કાર્યકર્તાઓ સાથે વિજાપુર ખાતે ભાજપમાં જોડાશે. ધારાસભ્ય પદથી રાજીનામું આપનારા કોંગ્રેસના વધુ નેતા ભાજપમાં જોડાશે. વિજાપુર બેઠક પરથી ધારાસભ્ય પદેથી 19 જાન્યુઆરીએ રાજીનામું આપનારા સી.જે.ચાવડા આગામી 12મી ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાવવા જઈ રહ્યાં છે. વિજાપુરમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમમાં સી.જે.ચાવડા તેમના સમર્થકો સાથે વિધિવત રીતે ભાજપમાં જોડાશે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વિજાપુરના ધારાસભ્ય સી.જે.ચાવડાએ થોડા દિવસો પહેલા કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ હતું અને રાજીનામુ આપ્યા બાદ તેમને મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું. જેમાં કોંગ્રેસના નેતાના બદલાયેલા સૂર જોવા મળ્યાં તેમણે ભાજપના ભરપેટ વખાણ કર્યાં હતા. અને તેમને કહ્યું હતું કે, ભગવાન શ્રી રામની પ્રાણપ્રતિષ્ઠાનો કોંગ્રેસે વિરોધ કરતા હું રાજીનામુ આપું છે. દેશ હિતમાં થતાં કર્યો અને નિર્ણયોનો કોંગ્રેસ ખોટો વિરોધ કરે છે.