અમદાવાદમાં ટેક્સ મુદ્દે મ્યુનિશિપલ કોર્પોરેશને કડક વલણ અપનાવ્યું છે. વાત જાણે એમ છે કે, હવે અમદાવાદમાં AMC દ્વારા પૂર્વ ઝોનમાં બાકી રહેલા ટેક્સની કડક ઉઘરાણી શરૂ કરાઇ છે. જેના ભાગેરૂપે અનેક એકમોને સીલ કરી રિકવરી પણ કરાઇ છે. મહત્વનું છે કે, બાકી ટેક્સ મામલે વિભાગ દ્વારા નળ અને ગટરના કનેક્શન પણ કાપવામાં આવ્યા છે. નોંધનિય છે કે, અમદાવાદ શહેરના 7 ઝોનમાંથી કુલ 5.81 કરોડનો ટેક્સ વસુલ કરવામાં આવ્યો છે.
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા હવે શહેરમાં બાકી ટેક્સ મુદ્દે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અમદાવાદના પૂર્વ ઝોન સહિતના વિસ્તારોમાં 534 એકમોને સિલ કરીને 77 લાખથી વધુની રિકવરી કરવામાં આવી છે. આ તરફ પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા નળ અને ગટરના કનેક્શન કાપવામાં આવ્યા છે. અમદાવાદમાં 7 ઝોનમાં કુલ 2950 એકમો સિલ કરી 7 ઝોનમાંથી કુલ 5.81 કરોડનો ટેક્ષ વસુલ કરવામાં આવ્યો છે. આ તરફ ચકુડીયા મહાદેવ વિસ્તારમાં સિલ કરેલ મિલકત માલિકે સિલ તોડતા પોલીસ ફરિયાદની ચિમકી અપાઈ છે. આ સાથે જો ટેક્સ નહિ ભરે તો પોલીસ ફરિયાદ કરવામાં આવશે.