અમદાવાદની જાણીતી ફાર્મા કંપની કેડિલાના સીએમડી રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર બલ્ગેરિયન યુવતીની 14 દિવસે ભાળ મળી છે. આજે અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ. મલિકે પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું છે કે, ફરિયાદી યુવતી પોતાના વતન પરત જતી રહી છે.
હાલ આ કેસની તપાસ ખૂબ જ સંવેદનશીલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. બીજી તરફ આરોપી રાજીવ મોદી પણ વિદેશમાં હોવાની પોલીસને શંકા છે. આ કેસમાં આરોપી તરીકે કેડિલાના HR મેનેજર જોન્સન મેથ્યુનું નામ પણ છે. પોલીસે તેનું નિવેદન નોંધવા માટે બે વખત નોટિસ આપી ચૂકી હતી. છતાં આરોપી સમય માગી રહ્યો હતો. અંતે પોલીસે જોન્સન મેથ્યુનું નિવેદન નોંધી રાજીવ મોદી અને પીડિતાની કડી જોડતી વિગતો એકઠી કરી છે.