વડોદરા બાદ હવે રાજ્યના પાટનગરમાં પણ લાંબા સમય બાદ ઇન્કમટેક્સ વિભાગે સુપર ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં શહેરના જાણીતા Psy ગ્રુપ ઉપર ઇન્કમટેક્સ વિભાગે તવાઈ બોલાવી છે.
ગાંધીનગરમાં લાંબા સમય બાદ ઈન્કમટેક્સ વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરના જાણીતા Psy ગ્રુપ ઉપર સવારથી જ ઈન્કમટેક્સ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. બંકીમ જોશી અને નિલય દેસાઈ, વિક્રાંતપુરોહિત સહિતના ભાગીદારોને ત્યાં દરોડા પાડી તપાસની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત શહેરના અલગ-અલગ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં ગાંધીનગર સેક્ટર 8, 21 સહિતના એરીયાઓમાં ઇન્કમટેક્સ ટુકડીઓ ત્રાટકી હતી. ગાંધીનગરમાં જ એક સાથે 27 જગ્યા ઉપર તપાસ ચાલી રહી છે . ઇન્કમટેક્સના આ મેગા ઓપરેશનમાં 100થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે. આ સર્ચ ઓપરેશનના અંતે મોટાપાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના છે.