ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યા, વિશ્વના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંથી એક માનવામાં આવે છે અને આ ખેલાડી વર્લ્ડ કપ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. હાર્દિક માત્ર ભારતીય ટીમ માટે મહત્વનો ખેલાડી નથી પરંતુ ટી20માં ટીમનો કેપ્ટન પણ છે. પરંતુ આગામી T20 વર્લ્ડ કપમાં રોહિત શર્માની કેપ્ટનશીપ માટે અટકળો લગાવવામાં આવી રહી છે. T20 વર્લ્ડ કપ 2022 પછી હિટમેન રોહિત શર્માએ ટૂંકા ફોર્મેટમાં કેપ્ટનશિપ કરી નથી. પરંતુ રોહિત શર્માની કેપ્ટનશિપને લઈને શું પ્લાન છે અને હાર્દિક પંડ્યા ક્યારે વાપસી કરી શકે છે, BCCI સેક્રેટરી જય શાહે આ બંને સવાલોના જવાબ આપ્યા છે.
વિમેન્સ પ્રીમિયર લીગના ઓક્શન કારણે 9 ડિસેમ્બરે હતા. આ દરમિયાન જય શાહે પુરૂષ ક્રિકેટ ટીમ વિશે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. રોહિત શર્માની કેપ્ટનશિપ અંગે જય શાહે કહ્યું કે, ‘હવે સ્પષ્ટતાની શું જરૂર છે? જૂનમાં ટી20 વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે, તે પહેલા અમારી પાસે આઈપીએલ અને અફઘાનિસ્તાન સામે ટી20 સિરીઝ છે. અમે દરરોજ હાર્દિકની હેલ્થ પર ધ્યાન રાખી રહ્યા છીએ અને હાલ તે NCAમાં છે અને ખૂબ જ મહેનત કરી રહ્યો છે. તે જેમ ફિટ થશે એમ જ અમે તમને યોગ્ય સમયે જણાવીશું. હાર્દિક અફઘાનિસ્તાન સીરિઝ પહેલા પણ ફિટ થઈ શકે છે.