અરવલ્લી જિલ્લાના ધનસુરાના અંબાસર પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ છે. ટમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા ઘટના સ્થળે જ ત્રણ યુવકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. અકસ્માતની ઘટનામાં સ્થાનિક અંબાસર ગામના ત્રણ યુવાનોએ જીવ ગુમાવ્યા છે. અકસ્માતની ઘટનાને લઈ ધનસુરા પોલીસે ડમ્પર જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે
ધનસુરા નજીક અકસ્માતમાં બાઇક સવાર અંબાસર ગામના દિપક સોલંકી, અજય પરમાર અને સિધ્ધરાજ સોલંકીનું ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જોકે અકસ્માત સર્જી ડમ્પરચાલક ફરાર થઈ ગયો હતો. હાલ ત્રણેય આશાસ્પદ યુવકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની ઘટનાને ધનસુરા પોલીસે ડમ્પર કબજે લઈ તપાસ હાથ ધરી છે
ધનસુરાના અંબાસર ગામના ત્રણ યુવકો દિપક સોલંકી, અજય પરમાર અને સિદ્ધરાજ સોલંકી મોડી રાત્રે ડીઝલ લેવા માટે નજીક આવેલા રોઝડ પેટ્રોલપંપ ગયા હતા. ત્યાંથી વળતી વખતે મતેલા સાંઢની જેમ તેજ રફતારથી આવી રહેલા ડમ્પર ચાલકે ગફલતભરી રીતે ડમ્પર હંકારી બાઇક સવાર યુવકોને જોરદાર ટક્કર મારી હતી. જેથી ત્રણેય બાઈકસવારો નીચે પટકાયા હતા અને ત્રણેયના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા.