સાંસદ મનસુખ વસાવા અવાર નવાર ‘આપ’ પાર્ટી અને ચૈતર વસાવા પર પ્રહાર કરતા રહ્યા છે ત્યારે નર્મદાના ગંગાપુર ખાતે યોજાયેલ જાહેર કાર્યક્રમમાં ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતુ કે, આમ આદમી પાર્ટી ભાજપ સામે બોલવા માટે મહિલાઓને આગળ કરે છે તેમના પર આમ આદમી પાર્ટી છોટાઉદેપુરના જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવાએ પ્રતિક્રિયા આપી છે તેમને મનસુખ વસાવાને આડેહાથ લેતા કહ્યું કે, મનસુખ વસાવા મહિલા વિરોધી નેતા છે.
રાધિકા રાઠવાએ જણાવ્યું કે, ભાજપના નેતા મનસુખ વસાવાએ એક નિવેદન આપતા કહ્યું હતુ કે, આમ આદમી પાર્ટી ભાજપ સામે બોલવા માટે મહિલાઓને આગળ કરે છે અને તેમના વિરૂદ્ધ બોલાવે છે. ત્યારે તેમણે હુ કહેવા માગુ છુ કે ચૈતર વસાવાને જે ખોટા કેસમાં ફસાવ્યા છે. અને તેમના ઘરથી કોઈ પણ કારણ વગર તેમના પત્નીને જેલમાં લઈ ગયા છે ત્યારે તમને એવું ન લાગ્યું કે તમે મહિલાઓનો ઉપયોગ કરો છો. અને તમે કાયદાનું ઉલ્લેઘંન કરો છો અને એક મહિલાને હેરાન કરો છો
તેમણે કહ્યુમ કે, રેશ્મા વસાવાએ નિવેદન આપ્યું છે કે તમે મનસુખ વસાવાને બદલે મનસુખ મોદી કરી દયો તો તેનું નિવેદન તો બરાબર જ છે. અને રેશ્માબેન આપ પાર્ટીમાંથી નહીં પરંતુ એક સામાજિક કાર્યકર છે એક આદિવાસી મહિલાનો અવાજ છે. તમે એક આદિવાસી મહિલાનો અવાજ દબાવવા માંગો છો ? વધુમાં તેમણે કહ્યું કે તમે તમારી જ પાર્ટીમાંથી ચૂંટાયેલી બેન છે તેની જ ઈજ્જત નથી કરતા તેના વિશે ખોટા ખોટા નિવેદન આપો છે. આ તમારી માનસિકતા કેટલી ખરાબ છે. તમારા નિવેદનથી ખબર પડે છે કે તમે એક મહિલા વિરોધી, આદિવાસી મહિલા વિરોધી નેતા છો. તમે આદિવાસી વિરોધી નેતા બનવા માંગો છો કેમકે તમારી ઈચ્છા જ નથી કે કોઈ આદિવાસી મહિલાનો અવાજ બુલંદ થાય.