કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ( Amit Shah) ગઈ કાલથી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ગઇ કાલે તેમને અમદાવાદમાં આવાસ યોજના, મનપા શાળાઓ અને હેલ્થ સેન્ટરને લગતા વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. અને આજે તેઓ અમદાવાદના સાણંદ ખાતે વિવધ કાર્યક્રમમોમાં હાજરી આપવાના હતા પરંતુ તેમને અચાનક તેમનો આજનો કાર્યક્રમ ટુંકાવી દીધો છે અને અચાનક ગુજરાતથી દિલ્હી પહોંચ્યા છે.
આજે અમિતશાહ અમદાવાદમાં વિવધ વિકાસ કાર્યક્રમોમાં હાજરી આપવાના હતા પરંતુ તેમને અચાનક તેમનો પ્રવાસ ટૂંકાવી દીધો છે. અને અમિત શાહ આજે વહેલી સવારે દિલ્હી જવા રવાના થયા હતા. હવે આજના તમામ કાર્યક્રમોમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજરી આપશે.
જાણકારી મુજબ દિલ્હીમાં ખેડૂત આંદોલનને કારણે સર્જાયેલી મહત્વની જરૂરિયાતને લઈએ અમિત શાહ દિલ્હી જવા રવાના થયા છે. ગઈ કાલે ખેડૂતો સાથે યોજાયેલી બેઠક નિષ્ફળ જતાં આજથી ખેડૂત સંગઠનોની દિલ્લી ચલો માર્ચ શરૂ થઈ છે. હાલ દિલ્હીમાં સ્થિતિ વણસી રહી હોય તેવું જણાઈ રહ્યું છે. એક તરફ પ્રધાનમંત્રી મોદી અબુધાબીના પ્રવાસે છે, ત્યારે ગૃહમંત્રી અમિત શાહને તાબડતોડ દિલ્હી રવાના થવું પડ્યું છે.