અમરેલીના બાબરામાં એક અનોખા લગ્ન યોજાયા હતા આ લગ્નમાં વરરાજાની ઈચ્છા અનુસાર લગ્નમાં દાદા દાદી ના સ્ટેચ્યુ રખાયા હતા રાજ પોપટ પરિવાર ના આંગણે આ લગ્ન સમારોહ યોજાયો હતો જેમાં સામેલ થનાર મેહમાનો પણ આ સ્ટેચ્યુ જોઈ આશ્ચર્ય ચકિત થયા હતા
અમરેલીના બાબરામાં એક પરિવાર ના આંગણે લગ્ન સમારોહ યોજાયો પણ જેના લગ્ન હતા તે વરરાજાએ પિતા સમક્ષ માંગણી કરી કે દાદા અને દાદી ના સ્ટેચ્યુ રાખવામાં આવે કારણકે તેનાથી તેમની હયાતી લાગશે વરરાજાની માંગણી પુરી કરવામાં આવી અને હૂબહૂ દાદા દાદી ના સ્ટેચ્યુ બનાવી ત્યાં રાખવામાં આવ્યા ત્યારે હાર કોઈ આ અનોખા લગ્ન જોઈ આશ્ચર્ય ચકિત થયા હતા એટલુંજ નહિ પણ જુનવાણી પરમ્પરા અનુસાર આ લગ્ન યોજાયા મોંઘીદાટ કારણ કાફલા ને બદલે ગાડા અને મીની ટ્રેકટરમાં જાન કાઢવામાં આવી આમ અનોખા લગ્ને એક નવું ઉદાહરણ પૂરું પાડ્યું છે