છેલ્લા કેટલાક સમયથી મુંબઈમાં મૌલાના મુફ્તી સલમાન અઝહરી ભડકાઉ ભાષણને લઈ ચર્ચામાં છે ત્યારે, અરવલ્લીના મોડાસા ખાતે પણ 24 ડિસેમ્બરના રોજ મૌલાના મુફ્તી સલમાને ભડકાઉ ભાષણ આપ્યું હતું. તેની સામે નોંધાયેલી ફરિયાદ મુજબ અરવલ્લી પોલીસે મૌલાના અઝહરીની ધરપકડ કરી હતી. પોલીસે કોર્ટમાં દસ દિવસના રિમાન્ડની માગ કરી હતી. જેથી કોર્ટે સલમાન અઝહરીના 17 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
મોડાસા ખાતે ઇશાક ગોરી આયોજિત એક કાર્યક્રમમાં મુંબઈનો મૌલાના મુફ્તી સલમાન અઝહરી આવ્યો હતો. જૂનાગઢ ખાતે પણ એક કાર્યક્રમમાં ભડકાઉ ભાષણને લઈ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે બાબતને લઈ જૂનાગઢ પોલીસે ભડકાઉ ભાષણ બાબતે ફરિયાદ નોંધાઈ હતી. મુંબઈથી મૌલાનાને જૂનાગઢ લવાયો હતો.