આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતની બે લોકસભા સીટ પર ઉમેદવારોની આજે સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાતની ભરૂચ અને ભાવનગર સીટ પર હવે અનુક્રમે ચૈતર વસાવા અને ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવારી કરશે, ત્યારે અચાનક જ આ ઉમેદવારો જાહેર કરતા હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓ પણ સામે આવ્યા છે કોંગ્રેસના નેતા અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે ટ્વીટ કરી કહ્યું કે મેં ભરૂચ કી બેટી હું આમ લોકસભા ચૂંટણી પહેલાજ કોંગ્રેસ અને આપ પાર્ટી સામસામે આવી ગયા છે
તારીખ 8 જાન્યુઆરી, 2024ના રોજ ગુજરાત કોંગ્રેસના પ્રભારી એવા મુકુલ વાસનિકના દિલ્હી સ્થિત નિવાસ સ્થાને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતા વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાતમાં લોકસભા સીટ પર કેવી રીતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળી અથવા તો ગઠબંધન કરીને ચૂંટણી લડવા માંગે છે એ બાબતે રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.