અમદાવાદની જાણીતી ફાર્મા કંપની કેડિલાના CMD રાજીવ મોદી સામે બલ્ગેરિયન યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. રાજીવ મોદી ઘણા સમયથી પોલીસની પકડથી દૂર હતા. આજે રાજીવ મોદી સોલા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને ત્યાં તેમનું નિવેદન નોંધવામાં આવી રહ્યું છે. હાઈ પ્રોફાઈલ ગણાતા આ કેસમાં રાજીવ મોદી ઘણા સમયથી બહાર હતા અને તેઓ આ કેસમાં કેટલા જવાબદાર છે અથવા ફરિયાદ પ્રમાણે આરોપી છે તો તે અંગેની વિગતો મેળવવા માટે સોલા પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
આ કેસમાં મહત્ત્વનું નિવેદન બલ્ગેરિયન યુવતીનું છે, પરંતુ પોલીસ દ્વારા યુવતીને નિવેદન માટે બોલાવવામાં આવી ત્યારે તે હાજર રહી નહીં. જ્યાં સુધી યુવતીનું નિવેદન ન નોંધાઈ ત્યાં સુધી તપાસ આગળ વધી શકે એમ નથી. જેથી પોલીસે યુવતીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે પોલીસ સમક્ષ આવી નહિ.