ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ રાજકોટમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ નિરંજન શાહ સ્ટેડિયમમાં ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ધ્રુવ જુરેલ અને સરફરાઝ ખાને ડેબ્યૂ કર્યું હતું. હાલમાં પ્રથમ દિવસે ત્રીજો સેશન ચાલુ છે. ટીમ ઈન્ડિયા તરફથી રવીન્દ્ર જાડેજા અને ડેબ્યૂટન્ટ સરફરાઝ ખાન ક્રિઝ પર છે. રોહિત કારકિર્દીની 11મી ટેસ્ટ સદી ફટકારીને આઉટ થયો હતો. માર્ક વુડે તેને આઉટ કર્યો છે.
ભારતીય કેપ્ટન રોહિત શર્મા 64મી ઓવરના ત્રીજા બોલ પર આઉટ થયો હતો. તે બેન સ્ટોક્સના હાથે માર્ક વૂડની બોલિંગમાં કેચ આઉટ થયો હતો. રોહિતે 196 બોલમાં 131 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ જો રૂટ સામે એક રન લઈને પોતાની સદી પૂરી કરી હતી. તેણે પોતાની ટેસ્ટ કારકિર્દીની 11મી સદી ફટકારી હતી. ઇંગ્લેન્ડ સામે આ તેની ત્રીજી સદી હતી. રોહિતે ઇંગ્લિશ ટીમ સામે 12 મેચમાં 3 અડધી સદી પણ ફટકારી છે. તેણે ભારતમાં તેની 9મી સદી ફટકારી હતી.
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ તેની ટેસ્ટ કેરિયર માં 11મી સદી ફટકારી
રવીન્દ્ર જાડેજાએ તેની ટેસ્ટ કેરીયરમાં 4 સદી ફટકારી