કોંગ્રેસે પાર્ટીના બેંક ખાતા સીઝ કરવાના આરોપ લગાવ્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય ખજાનચી અજય માકને શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ કરી અને આરોપ લગાવ્યા કે ઈન્કમટેક્સે યુથ કોંગ્રેસ અને કોંગ્રેસ પાર્ટી પાસેથી રૂ. 210 કરોડની રિકવરી માંગી છે.માકને કહ્યું- અમને ગુરુવારે માહિતી મળી કે બેંકોએ પાર્ટી દ્વારા જારી કરાયેલા ચેક રોકી દીધા છે. તેઓ અમારા ચેક ક્લિયર કરતા નથી. કોંગ્રેસ પાર્ટીના ખાતા પણ સીઝ કરવામાં આવ્યા છે. આ સિવાય ક્રાઉડ ફંડિંગવાળા એકાઉન્ટ પણ ફ્રીઝ કરવામાં આવ્યા છે.
કોંગ્રેસના કોષાધ્યક્ષ અજય માકને કહ્યું- અત્યારે અમારી પાસે લાઈટ બિલ ભરવા અને કર્મચારીઓને પગાર આપવાના પૈસા નથી. એકાઉન્ટ ફ્રીઝ થવાને કારણે માત્ર ભારત જોડો ન્યાય યાત્રા જ નહીં પરંતુ પાર્ટીની તમામ રાજકીય પ્રવૃત્તીઓને અસર થશે. આ લોકશાહીને ફ્રીઝ કરવા સમાન છે.