વડોદરાના એ હરણી લેકઝોન દુર્ઘટનાના મુખ્ય આરોપી પરેશ શાહ તો ઝડપાઇ ગયો પણ અત્યાર સુધી તેના પરિવારનો કંઈ અતોપતો ન હતો. તેનો પરિવાર દુર્ઘટનાના દિવસથી જ ફરાર હતો. આજે પરેશ શાહનો ફરાર પરિવાર ઝડપાયો હતો. ઘટના બાદ તેનો પરિવાર રાજસ્થાન ભાગી ગયો હતો અને આજે રાજસ્થાનથી ભરૂચ આવી વડોદરા આવતાં ઝડપાયાં હતા.
મુખ્ય આરોપી પરેશ શાહનો પુત્ર વત્સલ લેકઝોનમાં 10 ટકાનો ભાગીદાર છે. તેની પત્ની અને પુત્રી તેમાં 5-5 ટકાનાં ભાગીદાર છે. હાલ પોલીસે તેની પત્ની નુતન, દિકરી વૈશાખી અને દિકરા વત્સલની ધરપકડ કરી છે. છેલ્લા એક મહિનાથી તેનો પરિવાર ભાગતો ફરતો હતો. ફરાર આરોપીઓને આશ્રય આપનારા સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. અત્યાર સુધી 19 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. અને હવે માત્ર ધર્મીન બાથાણી નામનાં આરોપીની ધરપકડ બાકી છે.