સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો નિર્ણય બંધારણીય રીતે માન્ય છે. આ રીતે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલો નિર્ણય એકદમ યોગ્ય હતો.
ચીફ જસ્ટિસે કહ્યું કે રાષ્ટ્રપતિ માટે એ જરૂરી નહોતું કે તે જમ્મુ-કાશ્મીરની બંધારણ સભાની ભલામણ પછી જ કલમ 370 પર કોઈ આદેશ આપે. કલમ 370 ને હટાવી નવી વ્યવસ્થાએ જમ્મુ અને કાશ્મીરને બાકીના ભારત સાથે જોડવાની પ્રક્રિયાને મજબૂત બનાવી છે.કલમ 370 પર નિર્ણય વાંચતા ચીફ જસ્ટિસે કહ્યું હતું કે રાજ્યમાં યુદ્ધની સ્થિતિને કારણે કલમ 370 એક વચગાળાની વ્યવસ્થા હતી. કલમ 370(3) હેઠળ, રાષ્ટ્રપતિ પાસે એક સૂચના જાહેર કરવાની સત્તા છે કે કલમ 370 અસ્તિત્વમાં નથી અને કલમ 370 જમ્મુ અને કાશ્મીર બંધારણ સભાના ભંગ થયા બાદ પણ અસ્તિત્વમાં રહેશે. બંધારણ સભાની ભલામણ રાષ્ટ્રપતિને બંધનકર્તા ન હતી
મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે જ્યારે રાજા હરિ સિંહે ભારત સાથે વિલીનીકરણ કરાર પર હસ્તાક્ષર કર્યા ત્યારે જમ્મુ-કાશ્મીરની સાર્વભૌમત્વ સમાપ્ત થયુ હતું. તે ભારત હેઠળ આવી ગયું. તે સ્પષ્ટ છે કે જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. ભારતનું બંધારણ જમ્મુ અને કાશ્મીરના બંધારણ કરતાં ઉંચુ છે. કલમ 370 એક અસ્થાયી વ્યવસ્થા છે.