ગુજરાતીઓ ખાવાના ખૂબ જ શોખીન હોય છે. તેમાં પણ અમદાવાદીઓ તો સ્વાદ રસિકો હોય છે. મોટા નામ જોઇને તેઓ રેસ્ટોરન્ટમાં ભોજનનો સ્વાદ માણવા જતા હોય છે. જો કે મોટા નામ જોઈને રેસ્ટોરન્ટમાં સ્વાદ માણતાં પહેલા સાવધાન થઇ જજો. અમદાવાદમાં ઘી ગુડ રેસ્ટોરન્ટમાં વંદાઓની ભરમાર જોવા મળી છે. અમદાવાદની ખૂબ જાણીતી રેસ્ટોરેન્ટ છે. અમદાવાદમાં તેની ઘણી બધી બ્રાન્ચ આવેલી છે. જો કે અમદાવાદની જાણીતી આ રેસ્ટોરેન્ટમાં હાઇજીનની અછત જોવા મળી છે. પ્રહલાદનગર સ્થિત ઘી ગુડ રેસ્ટોરેન્ટના કિચનમાં વંદાઓની ભરમાર મળી આવી છે. આ ઘટના બનતા અમદાવાદમાં ઘી ગુડ રેસ્ટોરન્ટને AMCએ સીલ કર્યુ છે. ત્યારે BB NEWSની ટીમ ઘી ગુડ રેસ્ટોરેન્ટની મુલાકાતે પોહચી હતી. એટલુ જ નહીં આ રેસ્ટોરન્ટની મુલાકાત જયારે BB NEWSની ટીમે મુલાકાતમાં જોયું તો આ શીલ થયેલું છે તેવી કોઈને ખબર નાં પડે તેના માટે ફ્લાવર પોર્ટથી ઢાકી દેવામાં આવી હતી. ત્યારે ત્યાં આવતા ગ્રાહકોને ખબર ના પડે તેના માટે આ શીલ અને નોટીસ ઢાકી દીધી હતી. અને પોતાની ભૂલ છુપાવાની પ્રયત્ન કર્યો છે.