તોડકાંડ માં બદનામ થયેલ ઉના પોલીસ પર વધુ એક કલંક લાગ્યો છે અને ગીર સોમનાથ પોલીસ માં રહેલા અસંખ્ય ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ ને કારણે છાસવારે શરમસાર થતો ગીર સોમનાથ જિલ્લો આજે ફરી વધુ એક વાર શર્મસાર થયો છે.
ઉના પોલીસ સ્ટેશન ASP સમક્ષ પીડિત મહિલાએ કરેલ ફરિયાદ મુજબ પોતાના પતિ દેશી દારૂનો ધંધો કરતા હતા અને પોતાના પરિવારનું ગુજરાન ચાલતું હતું. પરંતુ પોતાના પતિનું મૃત્યુ થતાં પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા આ મહિલા પોતે દારૂનો ધંધો કરતી હતી. ત્યારે સલીમ મકરાણી અને મોહન મકવાણા નામના બે પોલીસ હેડ કોન્સ્ટેબલઓ એ હપ્તો બાંધવા માટે રૂબરૂ મુલાકાત કરેલ. હપ્તો નક્કી કર્યા મુજબ મહિલા તેમને રૂપિયા ચૂકવતી હતી. ત્યારબાદ આ પોલીસમેનો જેમાં સલીમ મકરાણી તેમજ મોહન મકવાણા આ મહિલાની નજીક પરિચયમાં આવ્યા અને મહિલા ને ફોન કરી જુદી જુદી જગ્યાએ બોલાવતા અને તેમના પર દુષ્કર્મ કરતાં. સલીમ અને મોહન બાદ અન્ય બે વ્યક્તિ જેમાં “હનીફ શાહમદાર “હોમગાર્ડ” અને પરેશ સિંગોડ પણ પોલીસ સાથે પીડિત મહિલાના પરિચયમાં આવતા તેઓએ પણ અલગ અલગ જગ્યાએ આ મહિલા પર દુષ્કર્મ કર્યું હોવાનૂ મહિલાએ રૂબરૂ ઉના એએસપી જીતેન્દ્ર અગ્રવાલ સમક્ષ ફરિયાદમાં જણાવ્યું હતું..
મહિલા પોલીસને હપ્તો પણ આપતી સાથે પોતે શારીરિક દુષ્કર્મનો ભોગ પણ બનતી જે પોતે સહન ન કરી શકતા અંતે આ મહિલા એ પોલીસ ફરિયાદ કરી હતી.ભ્રષ્ટાચાર થી વગોવાયેલ ગીર સોમનાથ પોલીસ ને આજે અમુક કર્મચારીઓ ની નિમ્ન કક્ષા ની હરકત થી વધુ ધૃણાસ્પદ સ્થિતિ માં મૂકી દેતા આ ચકચારી બનાવ અંગે ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગીર ગઢડા પંથકની એક 27 વર્ષીય વિધવા મહિલા તારીખ 14 ના સાંજે ઉના એ.એસ.પીને એક ફરિયાદ અરજી આપવા રૂબરૂ આવ્યા હતા અને આ ફરિયાદ અરજીમાં પોલીસ કર્મચારીઓ દ્વારા તેમનું શારીરિક શોષણ કરાતું હોવાનો આક્ષેપ કરાયો હતો. આ ફરિયાદ અરજી પીડિતાએ સોશિયલ મીડિયામાં પણ વાયરલ કરી હતી પોલીસે બનાવની ગંભીરતા ધ્યાને લઈ તુરંત જ એક્શન મોડ માં આવી અને વેરાવળ ખાતે વીઆઈપી બંદોબસ્ત માં રહેલ એ.એસ.પી જીતેન્દ્ર અગ્રવાલને તાત્કાલિક ઉના પહોંચી આ બનાવની તલસ્પર્શી તપાસ કરી અને જે કોઈ જવાબદારો હોય તેના વિરુદ્ધ કડક કાર્યવાહી માટેના આદેશો કરવામાં આવેલ.
જે અનુસંધાને એ.એસ.પી જીતેન્દ્ર અગ્રવાલે ફરિયાદી મહિલાનો ઓન કેમેરા નિવેદન નોંધ્યું હતું અને નિવેદનના આધારે ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં ચાર આરોપીઓ વિરુદ્ધ ipc ની કલમ 376 અને 354 મુજબ એફ.આર.આઇ નોંધવામાં આવી છે જેમાં જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર માં પોલીસ હેડ કોન્સ્ટેબલ નોકરી કરતા અને ગીરગઢડા ના નવાપરા વિસ્તારમાં રહેતા સલીમભાઇ દોસ્તમહમદભાઇ બ્લોચ-મકરાણી ફરીયાદી ને ફોન ઉપર વોટ્સઅપમાં બીભત્સ મેસેજ કરી બીભત્સ માંગણી કરી ફરીયાદી ને ઇચ્છા વિરુધ્ધ અવાર-નવાર શરીર સંબંધ બાંધી તેમજ ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મોહનભાઇ નારણભાઇ મકવાણા રહે.સોનારી ગામ તેમજ ઉના હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હનીફભાઇ સતારભાઇ શાહમદાર રહે.ઉના કોર્ટ વિસ્તાર ઉપરાંત પોલીસ ની ખોટી ઓળખ આપતા ઉના ના કેસરિયા ગામના પરેશભાઇ ભીમાભાઇ શીંગોડ વિરુદ્ધ ગુન્હો નોંધી ચારેય આરોપીઓ ને રાત્રી ના જ રાઉન્ડ અપ કરી લેવાયા છે.
આ બનાવ માં પ્રથમ મહિલા એ આપેલ ફરિયાદ અરજી માં કમલેશ પીઠીયા નામના પોલીસ કર્મચારીએ પણ શારીરિક શોષણ કર્યા નું જણાવ્યું હતું પરંતુ પીડિતા ને જયરેઆ પોલીસ કર્મચારી નો ફોટો બતાવ્યો તો તેણી એ ઇનકાર કર્યો હતો કે આ વ્યક્તિ નથી અને આમને ઓળખતી પણ નથી. પરંતુ પીડિતા ના મોબાઈલ માં જેનો ફોટો હતો જેને પોલીસ કર્મચારી સમજતી હતી તે કેસરિયા ગામનો આરોપી પરેશ ભીમા શીંગોડ હતો જે પોલીસ તરીકે ની ખોટી ઓળખ આપી મહિલા નું શોષણ કરતો હોવાનું સામે આવ્યું છે જેથી વધુ પુરાવા મલયે આરોપી પરેશ શીંગોડ વિરુદ્ધ અલગ થી પણ વધુ એક ગુન્હો નોંધવા માં આવશે.