અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન દ્વારા હવે એક મોટી કવાયત શરૂ કરવામાં આવી છે. વાત જાણે એમ છે કે, અમદાવાદ મહાનગરમાં કેટલાય લોકોને પ્રોપર્ટી ટેક્સ બાકી છે. આ બધાની વચ્ચે હવે AMC દ્વારા આજથી પોપર્ટી ટેક્સમાં વ્યાજ માફીની યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને રહેણાંકના ટેક્સમા વ્યાજમાં 75 ટકા રાહત મળશે જ્યારે કોમર્શિયલ ટેક્સમાં 60 ટકા રાહત મળશે. આ તરફ ચાલી અને ઝૂંપડપટ્ટીના ટેક્સના વ્યાજમાં 100 ટકા રિબેટ મળશે.
અમદાવાદમાં આજથી પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફી યોજના શરૂ કરાઇ છે. જોકે મહત્વનું છે કે, 2023-24ના ટેક્સ આપવાના બાકી હોય તેને રિબેટ યોજના લાગુ નહિં પડે. વિગતો મુજબ બાકી પ્રોપર્ટી ટેક્સમાં રહેણાંકના ટેક્સમાં વ્યાજમાં 75 ટકા રાહત મળશે. આ સાથે કોમર્શિયલ ટેક્સમાં 60 ટકા રાહત મળશે. તો વળી ચાલી અને ઝૂંપડપટ્ટીના ટેક્સમાં વ્યાજમાં 100 ટકા રિબેટ આપવાનું આયોજન કરાયુ છે.