વર્લ્ડ કપ 2023 માં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ સતત 10 મેચ જીતી છે. જો કે આટલું શાનદાર પ્રદર્શન કરવા છતાં ટીમ ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલમાં હારી ગઈ હતી. આ હાર બાદ કરોડો ચાહકોનું દિલ તૂટી ગયું છે. આ હાર બાદ રોહિતની કેપ્ટનશિપને લઈને ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચા વચ્ચે હવે પૂર્વ ભારતીય ખેલાડી ગૌતમ ગંભીરે આ મામલે પોતાનો અભિપ્રાય આપ્યો છે
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરે ‘મેન ઇન બ્લુ’ના કેપ્ટન રોહિત શર્માની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે તેણે ODI વર્લ્ડ કપ 2023 દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું છે. 2011 વર્લ્ડ કપ વિજેતા ટીમના ખેલાડીએ કહ્યું કે વર્લ્ડ કપમાં સતત 10 મેચ જીતવી એ કોઈ સહેલું કામ નથી. છેલ્લા 50 ઓવરના ODI વર્લ્ડ કપમાં ભારતે જે રીતે વર્ચસ્વ જમાવ્યું તે શાનદાર હતું.
એક વાતચીત દરમિયાન ગૌતમ ગંભીરે આ વિશે કહ્યું કે “રોહિત શર્માએ કેપ્ટન તરીકે શાનદાર પ્રદર્શન કર્યું છે અને આ રીતે 5 આઈપીએલ જીતવી એ પણ કોઈ સહેલું કામ નથી. ગત વર્લ્ડ કપમાં ભારતે જે રીતે પ્રભુત્વ જમાવ્યું હતું તે જ રીતે આ વર્લ્ડ કપના પણ કર્યું, ફાઈનલ પહેલા મેં એ જ કહ્યું હતું, ફાઈનલમાં પરિણામ ગમે તે આવે પણ ભારત ચેમ્પિયનની જેમ રમ્યું છે અને એક ખરાબ મેચ રોહિતને ખરાબ કેપ્ટન બનાવી શકતી નથી. જો તમે રોહિતને ખરાબ કેપ્ટન અથવા ટીમને ખરાબ ટીમ કહો તો તે યોગ્ય નથી.” આ સિવાય ગૌતમ ગંભીરે T20 વર્લ્ડ કપ 2024માં રોહિત શર્માને કેપ્ટનશિપ આપવાની વાત પણ કરી હતી. ગંભીરે કહ્યું કે ‘જો રોહિત શર્મા સારા ફોર્મમાં છે તો તેણે T20 વર્લ્ડ કપમાં કેપ્ટનશિપ કરવી જોઈએ અથવા જો તે સારા ફોર્મમાં છે તો જે સારા ફોર્મમાં નથી તેને T20 વર્લ્ડ કપ માટે પસંદ ન કરવો જોઈએ. કેપ્ટનશીપ એક જવાબદારી છે પહેલા તમે તમારી જાતને એક ખેલાડી તરીકે પસંદ કરો અને પછી તમને કેપ્ટન બનાવવામાં આવે છે. કેપ્ટન માટે પ્લેઈંગ ઈલેવનમાં કાયમી સ્થાન હોવું જોઈએ અને કાયમી સ્થાન ફોર્મ પર નિર્ભર કરે છે