ભારતીય જનતા પાર્ટી (BJP) નું બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશન દિલ્હીમાં આજથી શરુ થયું છે. જેમાં પ્રથમ દિવસે પદાધિકારીઓની બેઠક યોજાશે. જેમાં લોકસભાની ચૂંટણીમાં જીતની હેટ્રિકની રણનીતિ ઘડાશે. જ્યારે આવતી કાલે બેઠકના સમાપનમાં PM મોદી સંબોધન કરશે. PM મોદી પદાધિકારીઓને જીતના મંત્ર આપશે અને સાથે જ ભાજપના 400 પાર કરવાના ટાર્ગેટ પર ફોકસ રહેશે.
આ દરમિયાન બે પ્રસ્તાવ લાવી શકાય છે. પ્રથમ વિકસિત ભારત તે મોદીની ગેરંટી પર હોઈ શકે છે, જ્યારે બીજું રામ મંદિર સાથે સંબંધિત હોવાનું માનવામાં આવે છે. બીજેપીનું રાષ્ટ્રીય અધિવેશન આજથી બે દિવસ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાશે. આ અધિવેશનમાં પાર્ટી લોકસભા ચૂંટણી માટે તેના રોડમેપને અંતિમ ઓપ આપશે.રાષ્ટ્રીય અધિવેશનમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ ચૌધરી, નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક, પ્રદેશ મહાસચિવ (સંગઠન) ધરમપાલ સિંહ સહિત ઉત્તર પ્રદેશના પક્ષના 1347 પ્રતિનિધિઓ ભાગ લીધો છે.
એવું કહેવામાં આવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે સવારે 10 વાગ્યે ભારત મંડપમ પહોંચશે. ત્યાં તેઓ ભાજપ અને મોદી સરકારની વિકાસ યાત્રાના પ્રદર્શનમાં જશે. આ પ્રદર્શનમાં છેલ્લા 10 વર્ષની વિકાસયાત્રાનો ઉલ્લેખ કરવામાં આવશે. બીજેપી નેતા ભૂપેન્દ્ર ચૌધરીએ કહ્યું કે, તેઓ પીએમ મોદી પાસેથી માર્ગદર્શન મેળવશે. મોદીજીના માર્ગદર્શનમાં અમે 100 ટકા સીટો જીતીશું.
ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં NDAના 400 પ્લસ સીટો જીતવાના લક્ષ્યને ધ્યાનમાં રાખીને દેશભરમાંથી અધિકારીઓ આવી રહ્યા છે. શનિવારે સવારે 10 વાગ્યે પાર્ટીના રાષ્ટ્રીય અધિકારીઓની બેઠક મળી હતી. રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા બપોરે 3 વાગ્યે ધ્વજ લહેરાવીને રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કરશે. લોકસભાની ચૂંટણી પહેલા દર વખતે ભાજપ રાષ્ટ્રીય સંમેલન કરે છે.
2014માં લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે રામલીલા મેદાનમાં સભા કરી હતી. 2019ની લોકસભાની ચૂંટણી પહેલા પણ એ જ રામલીલા મેદાનમાં બેઠક યોજાઈ હતી. આ બે સત્રો પછી ભાજપે પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી હતી.