“અમદાવાદ શહેર પોલીસ સ્પોર્ટ્સ મીટ-2024” શુભારંભ
અમદાવાદ શહેર પોલીસ સ્પોર્ટ્સ મીટ-2024’નો અમદાવાદના શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે,ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં મશાલ પ્રજવલન થકી શુભારંભ કરાવ્યો હતો. આ અવસરે સ્પોર્ટ્સ મીટમાં ભાગ લેનાર વિવિધ ટીમ દ્વારા માર્ચ પાસ્ટ તેમજ મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો.