વડોદરામાં આદર્શ કૃષ્ણ શાસ્ત્રી મહારાજના દિવ્ય દરબારમાં બબાલ થઈ હોવાની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, મધ્યપ્રદેશના સિદ્ધેશ્વરધામ સરકારના આદર્શ કૃષ્ણ શાસ્ત્રી મહારાજનો દિવ્ય દરબાર હતો. આ દરમિયાન અહીં આવેલ એક ભક્તે દિવ્ય દરબારમાં નામ બતાવવા ચેલેન્જ આપી હતી. જોકે આ બાબા તે વ્યક્તિના કે તેના પિતાનું નામ જણાવી શક્યા નહોતા. આ તરફ હવે સુથારી કામ કરતાં એક ભક્ત અને આ બાબા વચ્ચેની આ 5 મિનિટની ઉગ્ર બોલાચાલીનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
મને કોઈ તકલીફ નથી, મારા બાપનું નામ બતાવી દો ખાલી…: વડોદરામાં દિવ્ય દરબારમાં બબાલ
વડોદરામાં ભાજપ નેતાઓ દ્વારા આયોજિત કાર્યક્રમમાં આદર્શ કૃષ્ણ શાસ્ત્રી મહારાજના દિવ્ય દરબારમાં યુવકની ચેલેન્જ બાદ બબાલ. યુવકે કહ્યું- મારુ અને મારા પિતાનું નામ બતાવી દો તો તમને માની જઉં વડોદરામાં ભાજપ નેતા ડૉ. હિતેન્દ્ર પટેલ, નિલેશ સોલંકી અને રવિ સોલંકીએ દિવ્ય દરબારનું આયોજન કર્યું હતું. આ દિવ્ય દરબારમાં મધ્યપ્રદેશના સિદ્ધેશ્વરધામ સરકારના આદર્શ કૃષ્ણ શાસ્ત્રી મહારાજ આવ્યા હતા. આઆદર્શ કૃષ્ણ શાસ્ત્રી મહારાજ પરચી કાઢી લોકોની સમસ્યાનુ સમાધાન કરવાનો દાવો કરે છે. જેને લઈ એક ભક્તે દિવ્ય દરબારમાં આદર્શ કૃષ્ણ શાસ્ત્રી મહારાજને પોતાનું નામ બતાવવાની ચેલેન્જ ફેંકી હોબાળો કર્યો હતો.
એક ભક્તે દિવ્ય દરબારમાં કૃષ્ણ શાસ્ત્રીને નામ બતાવવા ચેલેન્જ આપ્યા બાદ બાબા તે વ્યક્તિ કે તેના પિતાનું નામ ન જણાવી શકયા. આ તરફ હવે આ સમગ્ર વાતચીતનો વીડિયો વાયરલ થયો છે. સુથારી કામ કરતા ભક્ત અને બાબા વચ્ચે 5 મીનિટ ઉગ્ર બોલાચાલી થઇ હતી. મહત્વનું છે કે, દિવ્ય દરબારમાં ભક્તોની ભારે પાંખી હાજરી જોવા મળી હતી.