ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024નું શેડ્યૂલ જાહેર કરી દીધું છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 22 માર્ચથી શરૂ થશે. આ સિઝનના પ્રથમ તબક્કાનું શેડ્યૂલ ગુરુવારે જાહેર થયું છે, જેમાં પહેલી મેચ 22 તારીખે ચેન્નાઈ અને બેંગલોર વચ્ચે રમાશે. બાકીનું શેડ્યૂલ ચૂંટણીની તારીખોને ધ્યાનમાં રાખીને બહાર પાડવામાં આવશે. IPLની પ્રથમ મેચમાં એમએસ ધોની અને વિરાટ કોહલીની ટીમો ટકરાશે.
IPL 2024ની પ્રથમ મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ અને વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આમને સામને થશે. આઈપીએલ 2024 22 માર્ચથી શરૂ થઈ રહી છે અને આ વખતે લોકસભાની ચૂંટણીને કારણે, શેડ્યૂલનો માત્ર અડધો ભાગ જ જાહેર થયો છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે, IPL 22 માર્ચથી શરૂ થશે. પ્રથમ મેચ ચેન્નાઈમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. ગુરુવારે 21 મેચોનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે, લોકસભા ચૂંટણીને કારણે બાકીની મેચોનું શેડ્યૂલ પછીથી જાહેર કરવામાં આવશે. IPL શુક્રવારથી શરૂ થશે, જ્યારે ડબલ હેડર મેચ શનિવાર અને રવિવારે જ રમાશે. હાલમાં, 22 માર્ચથી 7 એપ્રિલ સુધીનું શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું છે, જે દરમિયાન કુલ 4 ડબલ હેડર હશે. આ વખતે દિલ્હી કેપિટલ્સ ટીમ વિશાખાપટ્ટનમમાં બે મેચ રમશે, જે તેનું હોમ ગ્રાઉન્ડ હશે. જો આઈપીએલના સમયની વાત કરીએ તો સાંજની મેચો સાંજે 7.30 વાગ્યે શરૂ થશે જ્યારે બપોરની મેચો 3.30 વાગ્યે શરૂ થશે.