ભડકાઉ ભાષણ મામલે મૌલાના સલમાન અઝહરીના શરતી જામીન મંજુર થયા છે. .. મોડાસા ડિસ્ટ્રીક્ટ સેશન કોર્ટે આરોપી મૌલાનાના શરતી જામીન મંજુર કર્યા. મોલાનાને જે શરતો પર જામીન મળ્યા છે તેમાં પાસપોર્ટ જમા કરાવવો તેમજ હાજરી આપવા સહિતની શરતો મુકવામાં આવી છે. કોર્ટમાં ચાલેલી હિયરિંગમાં નામદાર કોર્ટ આ શરતી જામીન આપ્યા. આ અગાઉ પાંચ દિવસ પહેલા મૌલાનાના રિમાન્ડ પૂર્ણ થતાં મૌલાનાને જેલમાં મોકવા કોર્ટે આદેશ કર્યો હતો.
મુફ્તી મૌલાના સલમાન અઝહરીએ ગયા જાન્યુઆરી મહિને જુનાગઢ, કચ્છમાં ભડકાઉ ભાષણ આપ્યુ હતુ, એટલુ જ નહીં આ પહેલા મૌલાનાએ અરવલ્લી જિલ્લાના વડામથક મોડાસામાં પણ ભડકાઉ ભાષણ આપ્યુ હતુ. આ પછી તેમની પર ફરિયાદ નોંધાઇ હતી. આ સમગ્ર કેસ મામલે મુફ્તી મૌલાના સલમાન અઝહરીને પાંચ દિવસના રિમાન્ડ મળ્યા હતા. જે બાદ મોડાસા સેશન્સ કોર્ટે આરોપી મૌલાનાને રિમાન્ડ પૂર્ણ થતાં જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હૂકમ કર્યો હતો.