છત્તીસગઢની જેમ મધ્યપ્રદેશની ગાદી પણ નવા ચહેરાને આપવામાં આવી છે. ઉજ્જેન દક્ષિણના ધારાસભ્ય મોહન યાદવને રાજ્યના નવા સીએમ જાહેર કરાયા છે. રાજધાની ભોપાલમાં બપોરે 3.15 વાગ્યે ત્રણ નિરીક્ષકો – હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટર, રાષ્ટ્રીય સચિવ આશા લાકરા અને રાજ્યસભાના સાંસદ કે લક્ષ્મણની હાજરીમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે વિધાનસભા પક્ષની બેઠક યોજાઈ હતી જેમાં તેમના નામ પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી.
બેઠક પહેલા નવા ચૂંટાયેલા ધારાસભ્યોનું એક ફોટો સેશન યોજાયું હતું. એમપીમાં ભાજપને 163 બેઠકો મળી છે જ્યારે કોંગ્રેસને 66 અને અન્યને એક બેઠક મળી છે. મધ્યપ્રદેશ પહેલા ગઈ કાલે ભાજપે છત્તીસગઢના સીએમ પણ જાહેર કર્યાં હતા. છત્તીસગઢમાં આદિવાસી નેતા વિષ્ણુદેવ સાયને સીએમ બનાવાયા છે.
એમપીના સીએમ માટે કુલ 6 દાવેદાર હતા જેમાં તોમર, શિવરાજસિંહ ચોહાણ, પ્રહલાદ પટેલ, જ્યોતિરાદિત્ય સિંધિયા, કૈલાશ વિજયવર્ગીય સામેલ હતા. ત્યારે ભાજપે એમ.પીમાં મોહન યાદવ ને મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા છે. ત્યારે બે ડે.સી.એમ રાખવામાં આવ્યા છે જેમાં રાજેન્દ્ર શુક્લા અને જગદીશ દેવડા ને ડે. સી.એમ તરીકે પસંદ કર્યા છે. ત્યારે નરેન્દ્ર સિહ તોમરને સ્પીકર તરીકે પસંદ કરવામાં આવ્યા.
હવે આવતીકાલે રાજસ્થાનના સીએમનું થશે એલાન
છત્તીસગઢ-મધ્યપ્રદેશ બાદ હવે આવતીકાલે રાજસ્થાનના સીએમનું નામ જાહેર થશે. આવતીકાલે જયપુરમાં ભાજપ ધારાસભ્ય દળની બેઠક છે જેમાં સીએમના નામ પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી.
એકીસાથે સાથે નહીં વારાફરતી 3 રાજ્યોના સીએમના નામ જાહેર કર્યાં
ભાજપે એકીસાથે નહીં પરંતુ વારાફરતી 3 રાજ્યોના નામ જાહેર કર્યાં છે. હવે એક રાજસ્થાન બાકી છે જેની આવતીકાલે ખબર પડી જશે. 3 રાજ્યોમાં જુનાને નવે નવા ચહેરાને સ્થાન અપાયું છે.