વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ આજે જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir) ની મુલાકાત લીધી હતી. કલમ 370 હટાવ્યા બાદ પીએમ મોદીની આ પ્રથમ મુલાકાત હતી. આ દરમિયાન પીએમ મોદીએ શ્રીનગર (Shri Nagar)માં કરોડોના પ્રોજેક્ટની ભેટ પણ આપી હતી. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શ્રીનગરના એક મહત્વપૂર્ણ સ્થળ શંકરાચાર્ય હિલ્સની તસવીરો શેર કરી હતી.
ટ્વિટર પર તસવીરો શેર કરતા પીએમ મોદીએ લખ્યું કે, શ્રીનગર પહોંચીને ભવ્ય શંકરાચાર્ય ટેકરી (Shankaracharya Hill)ને દૂરથી જોવાની તક મળી. આ સાથે પીએમે ડુંગરને પણ નમન કર્યું હતું. આવો જાણીએ આ ટેકરી શા માટે ખાસ છે અને તેનો ઈતિહાસ શું છે?
શંકરાચાર્ય ટેકરી (Shankaracharya Hill)ની ટોચ પર ભૂરા પથ્થરોથી બનેલું પ્રાચીન શંકરાચાર્ય મંદિર છે. જે ગાઢ જંગલોથી ઘેરાયેલું છે. તેનું મૂળ નામ તખ્ત-એ-સુલેમાન હતું. જેનો અર્થ થાય છે સુલેમાનનું સિંહાસન. પાછળથી તેનું નામ એક સંતના નામ પરથી રાખવામાં આવ્યું જેણે 750 એડીમાં ત્યાં જ્ઞાનનો ઉપદેશ આપ્યો હતો. ભગવાન શિવને સમર્પિત આ મંદિર 1000 ફૂટની ઊંચાઈ પર આવેલું છે.
એવું માનવામાં આવે છે કે આ તે જ સ્થાન છે જ્યાં આદિ શંકરાચાર્યને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. મંદિરની મુલાકાત એ પોતાનામાં એક સાહસિક અને યાદગાર અનુભવ છે. 19મી સદીથી, આ મંદિરનું સંચાલન અન્ય લોકો સાથે જમ્મુ અને કાશ્મીરના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે 8મી સદી દરમિયાન મહાન ભારતીય દાર્શનિક અને વિચારક આદિ શંકરાચાર્યે તપસ્યા કરી હતી.