રાહુલ ગાંધી ભારત જોડો ન્યાયયાત્રા લઇને ખાંડીવાવ ખાતે આવી પહોંચ્યા હતા અને રાત્રી રોકાણ કર્યું હતું. આજે સવારે ગુજરાતના ધારાસભ્યો સાથે મિટિંગ કરી બોડેલીથી ન્યાયયાત્રા નીકળી નસવાડી પહોંચી હતી. આદિવાસી મહિલાઓ પરંપરાગત નૃત્ય કરી રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું. જે બાદ હવે રાહુલ ગાંધી ન્યાયયાત્રા સાથે રાજપીપળાના ગરૂડેશ્વર પહોંચ્યા હતા. જ્યાં રાજપીપળાના માર્ગો પર ન્યાયયાત્રા ફરી હતી. ગઈકાલે ગોધરામાં કોંગ્રેસના હજારો કાર્યકર્તા દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એ બાદ પંચમહાલમાં રાહુલ ગાંધીએ જાહેરસભા સંબોધી હતી. ત્યારે આજે 9 માર્ચના રોજ યાત્રાનો પ્રારંભ છોટા ઉદેપુરના બોડેલીથી થયો. જ્યાં ખાંડીવાવ ખાતે રાહુલ ગાંધીએ ગુજરાતના ધારાસભ્યો સાથે મિટિંગ કરી. જેમાં 13 ધારાસભ્યો, શક્તિસિંહ ગોહિલ, અમીત ચાવડા, શૈલેષ પરમાર, સુખરામ રાઠવા મિટિંગમાં હાજર રહ્યાં. મિટિંગ પૂરી થતાં બોડેલીથી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો. જે બાદ યાત્રા આગળ વધતા નસવાડી પહોંચી હતી. જ્યાંથી ન્યાયયાત્રા રાજપીપળાના ગરૂડેશ્વર પહોંચી અને ત્યાંના રાજમાર્ગો પર ફરી હતી.