લોકસભા ચુંટણી નજીક આવી રહી છે. ત્યારે અમદાવાદમાં ત્રણ આતંકવાદી ઘુસ્યા છે તેવો મેસેજ કરવામાં આવ્યો હતો. જેમાં વસ્ત્રાપુર આલ્ફાવન મોલમાં હથીયારો સાથે ત્રણ આતંકવાદી ઘુસ્યા છે. જેને લઈને અમદાવાદ પોલીસ હરકતમાં આવી હતી. અને વસ્ત્રાપુર પોલીસ સહિત ક્રાઈમ બ્રાંચ, ats અને nsg કમાન્ડોની ટીમ ત્યાં પોહચી હતી અને ઓપરેશન શરુ કર્યું હતું. પરતું આ કોઈ હકીકત ના હતી આ એક પ્રકારની મોકડ્રીલ કરવામાં આવી હતી. જેમાં આતંકવાદી ઘુસ્યા હોય એજ પ્રમાણે આ મોકડ્રીલ કરવામાં આવી હતી. આ મોકડ્રીલ માં ફાયર બીડીએસ એમ્બ્યુલન્સ ની ટીમ ચેતક કમાન્ડો ની ટીમ સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાંચ સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો. અને આવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ એ બાબતે સમજાવામાં આવ્યા હતા.