આજ રોજ તારીખ ૧૦ માર્ચ ૨૦૨૪ ને રવિવારના દિવસે મનપસંદ જીમખાના પ્રાઇવેટ લિમિટેડ દ્વારા મનપસંદ જીમખાના , રેવાભુવન , દરિયાપુર , અમદાવાદ ખાતે ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ હતું. આ ટુર્નામેન્ટ મુખ્યત્વે અન્ડર ૧૦ , અન્ડર ૧૫ તથા ઓપન એમ ત્રણ કેટેગરીમાં કરવામાં આવી હતી. ટુર્નામેન્ટ માં એન્ટ્રી ફી ૫૦/- રૂપિયા રાખવામાં આવી હતી. જેમાં દરેક કેટેગરીમાં પ્રથમ ત્રણ વિજેતાને ૧૮૦૦૦/- સુધીના રોકડ ઇનામ , ટ્રોફી તથા તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. આ ટુર્નામેન્ટમાં અલગ અલગ જીલ્લાના ૫૩ થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો. સંસ્થા તરફથી તમામ સ્પર્ધકો તથા તેમના વાલીઓ માટે ચા-નાસ્તો તેમજ જમવાની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. સંસ્થા અવારનવાર આવી ચેસ સ્પર્ધા , કેરમ સ્પર્ધા , ચિત્ર સ્પર્ધા જેવી ઇનડોર તથા ક્રિકેટ , કબ્બડી , વોલીબોલ જેવી આઉટ ડોર ટુર્નામેન્ટનું પણ આયોજન કરતી હોય છે.