અમરેલી પોલીસે રાજ્યમાં ઘરફોડ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે ગુજરાત અને મધ્યપ્રદેશ રાજ્યમાં ઘરફોડ ચોરીના આરોપીઓને અમરેલી LCBએ ઝડપી પાડ્યા છે. અમરેલી LCB એ ઘરફોડ ચોરી કરતા તસ્કરોને 14 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે. 4 તસ્કરોને ટેકનિકલ સોર્સ અને સીસીટીવી ની મદદથી દાહોદ ખાતેથી પકડવામાં અમરેલી lcb ને સફળતા મળી છે. રાજુલા અને મહુવા ખાતે આ તસ્કર ગેંગે ચોરી કરતી હતી. સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સાથે 4 આરોપી અમરેલી LCB એ ઝડપી પાડ્યા છે. આંતર રાજ્ય ગેંગને પકડવામાં અમરેલી LCB ને વધુ એક સફળતા મળી છે. અમરેલી પોલીસનું માનવું છે કે આ તસ્કર ગેંગે અનેક ગુનાહોને અંજામ આપ્યો હો શકે જેની તપાસ હાથ ધરવામાં આવી છે