જેમ જેમ લોકસભા ચુંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં ચહલ-પહલ વધી ગઈ છે. ક્યાંક પક્ષમાંથી રાજીનામાં પડી રહ્યાં છે તો ક્યાંક પક્ષમાંથી દૂર કાર્યકર્તાઓ અને આગેવાનોને કરવામાં આવી રહ્યાં છે. આ બધાની વચ્ચે એવી વિગતો સામે આવી છે કે, ભાજપ રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડો.જ્યોતિબેન પંડ્યાને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે વડોદરાના ડો.જ્યોતિબેન પંડ્યા ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા છે. ડો.જ્યોતિબેન પંડ્યા ભાજપ રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ હતા. જેમને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલની સૂચનાથી પક્ષના તમામ હોદ્દાથી દૂર કરાયા છે. વડોદરામાં રંજનબેનની ત્રીજીવાર ભાજપ ટિકિટ આપતા વિવાદ વકર્યો છે. ડૉ.જ્યોતિબેન પંડ્યાએ લોકસભા ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેથી રંજનબેનને ટિકિટ આપતા ડૉ.જ્યોતિબેન પંડ્યાએ સવાલ ઉઠાવ્યા હતા. ડૉ.જ્યોતિબેન પંડ્યાએ જણાવ્યું હતું કે, શહેર જેને પસંદ નથી કરતું પાર્ટીએ તેને ટિકિટ આપી છે. વારાણસીની જેમ વડોદરાનો ક્યારે વિકાસ થશે ? તેમણે બળાપો કાઢતા કહ્યું હતું કે, રંજનબેનને ત્રીજી વખત કેમ ટિકિટ આપવામાં આવી? હું લોકસભા ઉમેદવાર માટે લાયક છું. મે સવારે પાર્ટી છોડવા મુદ્દે હાઈકમાન્ડને જાણ કરી છે. હું છેલ્લા 30 વર્ષથી સક્રિય કાર્યકર છતાં પાર્ટીએ મને ટિકિટ ન આપી.