કેન્દ્રીય કર્મચારીઓ માં આનંદ ની લહેર જોવા મળી રહી છે. કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું 46 ટકાથી વધારીને 50 ટકા કર્યું છે .50 ટકા DAએ જ નહીં પરંતુ આ 9 લાભ પણ મળશે.4 ટકા મોંઘવારી ભથ્થાં વધારા સાથે કેન્દ્રીય કર્મચારીઓને બીજા પણ કેટલાક લાભ મળવાના છે.ખાસ વાત એ છે કે કર્મચારીઓને 50 ટકા ભથ્થાંની સાથે બીજા પણ કેટલાક લાભ મળવાના છે જેમાં કુલ 9થી વધારે ભથ્થાં સામેલ છે.
[1] મકાન ભાડા ભથ્થું
(2) બાળકોનું શિક્ષણ ભથ્થું
(3) બાળસંભાળ માટે વિશેષ ભથ્થું
(4) છાત્રાલયમાં સબસિડી
(5) ટ્રાન્સફર પર ટીએ (ટ્રાવેલ ખર્ચ
(6) ગ્રેચ્યુઇટીની ટોચમર્યાદા
(7) ડ્રેસ એલાઉન્સ
(8) પરિવહન ખર્ચ
(9) માઇલેજ ભથ્થું
જે કર્મચારીઓને માસિક બેઝિક પગાર 45,700 રૂપિયા હોય અગાઉ, 46%માં તેમનું મોંઘવારી ભથ્થું 21,011 રુપિયા થવા જાય હવે 4 ટકાના વધારા સાથે 50 ટકામાં તેમને 22,850 રૂપિયા જેટલુ મોંઘવારી ભથ્થું મળે આ રીતે તેમને મહિને 1,828 રૂપિયા વધારે મળે. ઉદાહરણ તરીકે જે નિવૃત કર્મચારીઓનું માસિક બેઝિક પેન્શન રૂ. 36,100 છે. અગાઉ 46 ટકાના મોંઘવારી રાહત (ડીઆર) દરે પેન્શનરને 16,606 રૂપિયા મળતાં હતા, હવે 50 ટકામાં તેમની મોંઘવારી રાહત વધીને 18,050 રુપિયા થઈ જશે આ રીતે તેમને મહિને 1,444 રૂપિયા વધારે મળશે.