સિનેમા જગતમાંથી વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. હિન્દી અને મરાઠી સિનેમાના પીઢ અભિનેતા રવીન્દ્ર બર્ડેનું નિધન થઈ ગયું છે. બુધવારે એટલે કે 13 ડિસેમ્બરે 78 વર્ષની વયે રવીન્દ્રએ દુનિયાને કાયમ માટે અલવિદા કહી દીધું.
હાલ થોડા દિવસો પહેલા જ CID ફેમ દિનેશ ફડનીસ અને જુનિયર મેહમૂદ પછી ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રી માટે આ સતત ત્રીજો ઊંડો આંચકો છે. આ ત્રણેય કલાકારો મરાઠી ફિલ્મ ઉદ્યોગના પણ અભિન્ન ભાગ હતા. રવિન્દ્ર લાંબા સમયથી ગળાના કેન્સરથી પીડિત હતા અને આ કેન્સર સાથે જીવન-મૃત્યુની લડાઈ લડી રહ્યા હતા. આ દરમિયાન ટાટા હોસ્પિટલમાં એમની સારવાર ચાલી રહી હતી.
રવિન્દ્રને 2 દિવસ પહેલા હોસ્પિટલમાંથી ઘરે લાવવામાં આવ્યા હતા. ઘરે આવ્યા બાદ તેને અચાનક હાર્ટ એટેક આવ્યો અને તેમનું મોત નીપજ્યું. રવીન્દ્રના ચાહકો સોશિયલ મીડિયા દ્વારા શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. જણાવી દઈએ કે રવિન્દ્રએ 300 થી વધુ મરાઠી ફિલ્મોમાં કામ કર્યું હતું. જેમાં અજય દેવગન સાથે ‘સિંઘમ’ અને અનિલ કપૂરની ‘નાયક’માં પણ કામ કર્યું હતું. રવિન્દ્ર મરાઠી અભિનેતા લક્ષ્મીકાંત બર્ડેના ભાઈ હતા.
1995માં એક નાટકના મંચન દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો. આ પછી વર્ષ 2011 માં તેઓ કેન્સર જેવા ગંભીર રોગની ચપેટમાં આવ્યા એમ છતાં આ મુશ્કેલીઓને સરળતાથી પાર કરી. નાટક પ્રત્યેનો તેમનો શોખ એ વાત પરથી સમજી શકાય છે કે કેન્સરથી પીડિત હોવા છતાં તેઓ નાટકો જોવા જતા હતા.