લોકસભા ચૂંટણીની તારીખો આજે એટલે કે શનિવારે જાહેર કરવામાં આવશે. આ સાથે ઓડિશા, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને આંધ્ર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવશે. હવે એ વાત તો જાણીતી જ છે કે તારીખોની જાહેરાત પછી જ દેશભરમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ જશે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ શું છે ચૂંટણી આચારસંહિતા અને તેનો અમલ કોણ કરે છે તથા તેના અમલીકરણ પછી, કઈ વસ્તુઓ પર પ્રતિબંધ તો શું કરવાની છૂટ હોય છે? આદર્શ આચારસંહિતાનું મુખ્ય કામ એ હોય છે કે રાજકીય દળો, ચૂંટણી લડનારા ઉમેદવારો અને સત્તાધારી દળોએ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કેવો વ્યવહાર કરવો જોઈએ.
દેશમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓ સુનિશ્ચિત કરવાની જવાબદારી ચૂંટણી પંચની છે. આ માટે કમિશન કેટલાક નિયમો બનાવે છે. ચૂંટણી પહેલાના આ નિયમો કે માર્ગદર્શિકાને આચારસંહિતા કહેવામાં આવે છે. દરેક પક્ષ અને ઉમેદવારે આદર્શ આચારસંહિતાનું પાલન કરવાનું રહેશે. જો કોઈ આનું ઉલ્લંઘન કરે છે તો ચૂંટણી પંચને તેની સામે કાર્યવાહી કરવાનો અધિકાર છે.
આચારસંહિતા લાગુ થતાંની સાથે જ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી સરકારી કર્મચારીઓ ચૂંટણી પંચના કર્મચારી બની જાય છે. આચારસંહિતા એ તમામ રાજકીય પક્ષોની સંમતિથી અમલમાં મુકાયેલી સિસ્ટમ છે. આચારસંહિતા રાજકીય પક્ષો, ઉમેદવારો અને મતદારો માટે સામાન્ય આચાર સંબંધિત નિયમો છે. આ સિવાય સભાઓ, રેલી, મતદાન, મતદાન મથકો, નિરીક્ષકો અને મેનિફેસ્ટોને લગતા નિયમો પણ છે. આચારસંહિતા અમલમાં આવતાની સાથે જ સરકારને લોકશાહી જાહેરાતો કરવા પર પ્રતિબંધ લાગી જાય છે. સરકાર કોઈ નીતિગત નિર્ણય લઈ શકતી નથી કે કોઈ નવી યોજનાઓ લાગુ કરી શકાતી નથી. મંત્રીઓ સરકારી ખર્ચે ચૂંટણી રેલીઓ કરી શકતા નથી. મંત્રીઓ તેમના નિવાસસ્થાનથી ઓફિસ જવા માટે માત્ર સરકારી વાહનોનો ઉપયોગ કરી શકશે. તેનો ઉપયોગ ચૂંટણી રેલીઓ અને પ્રવાસો માટે કરી શકાશે નહીં.મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા અથવા કોઈપણ ધાર્મિક સ્થળનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી ન શકાય. આચારસંહિતા હેઠળ સરકાર કોઈપણ સરકારી અધિકારી કે કર્મચારીની બદલી કે પોસ્ટ કરી શકતી નથી.
આદર્શ આચારસંહિતા (મૉડલ કોડ ઑફ કન્ડક્ટ) ચૂંટણીપંચ દ્વારા રાજકીયદળો અને ઉમેદવારો માટે બનાવવામાં આવેલી એક માર્ગદર્શિકા છે જેનું પાલન કરવું જરૂરી છે. ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ તે લાગુ થઈ જાય છે અને પરિણામ આવે એટલે તે સમાપ્ત થઈ જાય છે. ચૂંટણીપંચ આદર્શ આચારસંહિતા લાગુ કરે તે બાદ તેના નિયમો પાળવા જરૂરી બની જાય છે.આ એક એવી નિયમાવલી છે જે ચૂંટણીની તારીખો જાહેર થતાંની સાથે જ અસ્તિત્વમાં આવી જાય છે અને તેના દ્વારા રાજકીય પક્ષોની કાર્યપ્રણાલી પર નજર રાખવામાં આવે છે.આચારસંહિતાને ભારતીય ચૂંટણી પ્રક્રિયાનો એક મહત્ત્વનો ભાગ ગણવામાં આવે છે અને કોઈ અનિયમિતતા દેખાય તો સ્થાનિક ચૂંટણી અધિકારીને તેની જાણ કરવામાં આવે છે. આચારસંહિતાને ભારતીય ચૂંટણી પ્રક્રિયાનો એક મહત્ત્વનો ભાગ ગણવામાં આવે છે અને કોઈ અનિયમિતતા દેખાય તો સ્થાનિક ચૂંટણી અધિકારીને તેની જાણ કરવામાં આવે છે.