રાજ્યમાં તાજેતરમાં પડેલ કમોસમી વરસાદ બાદ બપોરે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આગામી સમયમાંય તાપમાનમાં વધારો થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કર્યો છે. આગામી દિવસોમાં અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે.
હવામાન વિભાગે આગાહી કરી કે રાજ્યમાં 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. તેમજ તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે. જેથી લોકોને ગરમીનો અહેસાસ થશે. રાજ્યમાં હાલ ઉત્તર પૂર્વથી ઉત્તરના પવનો ચાલી રહ્યા છે..જેના કારણે ગરમી છે. અને હજુ તે યથાવત રહેશે. હાલ રાજ્યમાં સૌથી વધુ ગરમ અને વધુ તાપમાન રાજકોટમાં 36 ડિગ્રી નોંધાયુ છે. તો અમદાવાદ માં 35 ડિગ્રી તાપમાન નોંધાયું. જે તાપમાન વધીને 37 થી 38 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જેનાથી લોકોને ગરમીનો અહેસાસ થશે. જેના કારણે લોકોએ ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે.
- ભીષણ ગરમી દરમિયાન વધુ પડતા પ્રોટીન યુક્ત ખોરાક ખાવાનું અને રાંધવાનું ટાળવું જોઈએ.
- ગરમીમાં ખાસ કરીને બપોરે 12 થી 3 વાગ્યા વચ્ચે ઘરેથી બહાર જવાનું ટાળો.
- ભલે તમને તરસ ન લાગી હો તો પણ પર્યાપ્ત માત્રામાં પાણી પીવાનું ભૂલશો નહીં.
- ગરમીમાં ડિહાઈડ્રેશનથી બચવા માટે લીંબુ પાણી, દહી, લસ્સી, છાસ સાથે-સાથે ફળોના જ્યૂસ પ
- તાજા ફળો જેમ કે કાકડી, તરબૂચ, લીંબુ, નારંગીનું સેવન કરો.
- હળવા રંગના પાતળા અને ઢીલા સુતરાઉ કપડાં પહેરો.
- બહાર ખુલ્લા પગે જવાનું ટાળો. બહાર જતી વખતે કે ખુલ્લા તડકામાં જતી વખતે છત્રી, ટોપી, ટુવાલ અથવા કોઈપણ વસ્તુથી તમારા માથાને ઢાંકવાનું રાખો.
- હીટ સ્ટ્રેસના લક્ષણો પર વિશેષ ધ્યાન આપો, જેમ કે ચક્કર, બેભાન, ઉબકા કે ઉલટી, માથાનો દુખાવો, વધુ પડતી તરસ લાગવી, એકદમ પીળો પેશાબ, પેશાબ ઓછો થવો, શ્વાસ લેવાની ગતિ અને હ્રદયમાં ધબકારા વધવા.
- બાળકો અને પાલતુ પ્રાણીઓને કારમાં એકલા છોડવાથી બચો, કારણ કે વાહનની અંદરનું તાપમાન વધી શકે છે જેનાથી ખતરનાક સ્થિતિ ઉત્પન્ન થવાની સંભાવના વધી શકે છે.
- તડકામાં જતા પહેલા સનસ્ક્રીનનો ઉપયોગ કરવાનું રાખો અને નિયમિતપણે તેને લગાવતા રહો.