ટ્રાફિકના નિયમનુ પાલન કરવામા બન્યા બેદરકાર અમદાવાદીઓ. અમદાવાદીઓએ એક વર્ષમા 7.24 કરોડનો દંડ ભર્યો છે. અમદાવાદમા છેલ્લા એક વર્ષમાં 6.78 લાખ વાહનચાલકોને રૂ.52.06 કરોડના ઈ-મેમો ઈશ્યુ કરાયા હતા. પરંતુ માત્ર 99 હજાર વાહનચાલકોએ રૂ.6.98 કરોડનો દંડ ભર્યો છે. જ્યારે 5.97 લાખ વાહનચાલકોએ રૂ.45.08 કરોડનો દંડ ભરવાનો બાકી છે.
અમદાવાદમાં ટ્રાફિક નિયમના ભંગ બદલ ઈ-મેમો જનરેટ કરવામાં આવે છે. જોકે વાહનચાલકો ઈ-મેમો ભરતા ન હોવાનું સામે આવ્યું છે. ઈ-મેમો ઈશ્યુ થયા પછી 60 થી 90 દિવસ સુધીમાં જો ઈ-મેમો ન ભરાય તો વર્ચ્યુઅલ કોર્ટમાં તે મેટર જાય છે. ત્યાર બાદ કોર્ટ તરફથી જે આદેશ કરવામાં આવે તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે છે. આ દંડને લઈને ટ્રાફિક પોલીસ સૌથી વધુ દંડ ટુ વ્હીલર ચાલકો પાસેથી 4.56 કરોડની ઉઘરાણી કરી તો હેવી વાહનો પાસેથી 98 લાખ, ફોર વ્હીલર ચાલક પાસેથી 78 લાખ અને થ્રી વ્હીલર ચાલકોએ 92 લાખ દંડ ચૂકવ્યો છે.
શહેરમાં 212 જંકશનો પર 2557 કેમેરા લગાવેલા છે. જેમાં સ્માર્ટ સિટીના 130 જંક્શન પર 2 303 કેમેરા લગાવેલા છે. જ્યારે સિટી સર્વેલન્સ અને ઈન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ દ્રારા 82 જંક્શનો પર 254 કેમેરા લગાવવામાં આવ્યા છે. પરંતુ છેલ્લા બે વર્ષથી આ 82 જંક્શનોનો કરાર પૂર્ણ થઈ ગયો હોવાથી આ જંક્શન પર લગાવેલા કેમેરા છેલ્લા બે વર્ષથી બંધ છે. તો બીજી બાજુ 130 જંક્શન પૈકી માત્ર 45 જંક્શનો પર જ લગાવેલા 720 કેમેરા ટ્રાફિકના નિયમોનો ભંગ બદલ બે કેટેગરીમાં સજાની જોગવાઈ છે. ઈ-મેમોની રકમ લોકો ન ભરે તો ટ્રાફિક વિભાગ મેજિસ્ટ્રેટ કોર્ટમાં મોટર વ્હિકલ એકટની કલમ 208 મુજબ કેસ દાખલ કરે. એ પછી 6 મહિનામાં સમન્સ કાઢવાનો હોય છે. જો કોઇ વ્યક્તિ દંડ ન ભરે તો ટ્રાફિકના ગુનામાં 6 મહિના કે 1 વર્ષની સજા પણ થાય. જેથી હવે લોક અદાલત દ્રારા ટ્રાફિકના નિયમનનુ પાલન નહિ કરનાર વાહન ચાલકો વિરૂધ્ધ કાર્યવાહી શરૂ કરવામા આવી છે.
એક વર્ષમા 7.24 કરોડનો દંડ ચૂકવીને અમદાવાદીઓએ ટ્રાફિકના નિયમનને લઈને પોતાની બેદરકારી સ્પષ્ટ કરી છે. ટ્રાફિકના 33 જેટલા નિયમોને લઈને દંડ વસુલ કરવામા આવે છે. હજુ પણ ઈ મેમોના કરોડો રૂપિયાના દંડ ઉઘરાવવાના બાકી છે. જેથી હવે ટ્રાફિક પોલીસે વાહન ચાલકો વિરૂધ્ધ કાર્યવાહી શરૂ કરી છે.