અમરેલી જિલ્લામાં સિંહની સંખ્યામાં વધારો થતાં અવારનવાર ગીર જંગલના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ આવી ચડે છે. ત્યારે વધુ એક સિંહનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ધારીના લાઈનપરા વિસ્તારમાં રાત્રિના સમયે પાંચ સિંહ આવી ચડતાં ગ્રામજનોમાં અફરાતફરી મચી ગઈ હતી. ગ્રામજનો ડરના માર્યા ધાબા પર ચડી ગયા હતા અને એકબીજા લોકોને ડેલીઓ બંધ કરી દેવાની બૂમો પાડી હતી. શેરીમાં કૂતરા ફરતા હોય એ રીતે પાંચ સિંહ ફરતા હોવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.
અમરેલી જિલ્લાના ધારીના લાઈનપરા વિસ્તારમાં આજે વહેલી સવારે પાંચ સિંહ ભૂલા પડીને આવી ચડ્યા હતા. ગામની શેરીઓમાં સામાન્ય રીતે કૂતરા ફરતા હોય છે, પરંતુ આજે શેરીઓમાં કૂતરાની માફક સિંહને ફરતા જોઈને લોકોમાં અફરાતફરી મચી હતી. લોકો ડરના માર્યા ધાબા પર ચડી ગયા હતા અને આસપાસના લોકોને ડેલી ન ખોલવા ચેતવતા સાંભળવા મળ્યા હતા