ગુજરાતીઓ સહિત દેશના ઘણો લોકો મોતનું જોખમ ખેડીને પણ અમેરિકામાં ગેરકાયદેસર રીતે જતાં હોય છે. લોકો અલગ અલગ રીતે અમેરિકામાં ઘુસતાં હોય છે આમાંનો એક મોટો રુટ ડેરિયન ગેપ છે જે 100 કિલોમીટરનો ગાઢ જંગલવાળો વિસ્તાર છે અને લોકો આ માર્ગે પણ અમેરિકામાં ઘુસતી હોય છે.
ઉત્તર કોલંબિયા અને દક્ષિણ પનામાની વચ્ચે આવેલું એક ખૂબ જ ગાઢ જંગલ છે. લગભગ સો કિલોમીટરમાં ફેલાયેલો આ વિસ્તાર રેઇનફોરેસ્ટ છે, એટલે કે અહીં ખૂબ વરસાદ પડે છે, તેમજ અંદર સૂર્યપ્રકાશ પણ જઇ શકતો નથી. આવી સ્થિતિમાં જંગલની અંદર જોખમી કળણભૂમિઓ પણ છે, તેમજ ઝેરી મચ્છરો અને અન્ય પ્રાણીઓ પણ છે નાની-નાની નદીઓ પણ છે, જેમાં અચાનક પૂરી આવી જાય છે આ છેડાની ઉત્તર બાજુએ યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા અને મેક્સિકોમાં આવે છે દક્ષિણમાં વેનેઝુએલા છે. ગાઢ જંગલ હોવાથી અહીં કોંક્રીટનો રસ્તો નથી. પરંતુ તેમ છતાં લોકો તેને 4 થી 10 દિવસ સુધી પાર કરતા રહે છે. રસ્તામાં નદીઓ તેમજ ઉપર-નીચે પહાડો આવેલા છે. અહીં મોબાઈલ નેટવર્ક નથી.
2021માં લગભગ 1.5 લાખ લોકો ડેરિયન ગેપ દ્વારા અમેરિકામાં ઘુસ્યાં હતા અને 2023માં તો આંકડો 5 લાખે પહોંચ્યો હતો. દક્ષિણથી ઉત્તર અમેરિકાનો આ માર્ગ ગુનાહિત જૂથોથી ભરેલો છે. તેમાં ડ્રગ્સથી લઈને હ્યુમન ટ્રાફિકિંગનો સમાવેશ થાય છે. તેમનું કામ બે રીતે થાય છે. આમાંના કેટલાક જૂથો અહીંથી યુ.એસ. માં સ્થળાંતર કરનારાઓને લાવવાનું વચન આપીને મોટી રકમ લે છે. સાથે જ કેટલાક જૂથો રસ્તામાં લોકોને લૂંટી લે છે. વાત અહીં જ પૂરી થતી નથી. ડેરિયન ગેપમાં લોકો યૌન શૌષણનો પણ ભોગ બને છે. 2023માં 5 લાખ 20 હજારથી વધુ લોકોએ તેને પાર કર્યો હતો જેમાં એકલા વેનેઝુએલાના 3.50 લાખ લોકો હતા અને બાકીના ચીન, અફઘાનિસ્તાન, નેપાળ અને ભારતના હતા. ગુજરાતીઓએ પણ આ માર્ગેથી એન્ટ્રી લીધી હોવાનું પણ જણાવાઈ રહ્યું છે.