રાજકોટમાં ફરી એક વાર વીજચોરી પકડાઈ છે. રાજકોટના જસદણ વીંછીયા પંથકમાં PGVClના દરોડા પડ્યા છે. તો PGVClની 40 ટીમ દ્વારા વીજ ચેકિંગ હાથ ધર્યું છે. તો આટકોટના 27 સ્થળોએએથી વીજ ચોરી ઝડપાઈ છે.
રાજ્યમાં અવારનવાર વીજચોરીની ઘટના બનતી હોય છે. આજદિન સુધી વીજચોરીનું દૂષણ યથાવત રહ્યું છે. ત્યારે રાજકોટમાં ફરી એક વાર વીજચોરી પકડાઈ છે. રાજકોટના જસદણ વીંછીયા પંથકમાં PGVClના દરોડા પડ્યા છે. તો PGVClની 40 ટીમ દ્વારા વીજ ચેકિંગ હાથ ધર્યું છે. તો આટકોટના 27 સ્થળોએએથી વીજ ચોરી ઝડપાઈ છે. તો વીજ ચેકિંગ દરમિયાન 20 લાખની વીજ ચોરી ઝડપાઈ છે. તો દરોડાના પગલે વીજચોરોમાં ફફડાટ જોવા મળ્યો છે.
તો આ અગાઉ પણ મોટા પ્રમાણમાં વીજચોરી કરતા લોકો ઝડપાયા છે. આ અગાઉ રાજકોટમાં વીજચોરી થતી હોવાની માહિતીના આધારે PGVCLની ટીમે ફરી સપાટો બોલાવ્યો હતો.PGVCLની ટીમે રાજકોટમાં આજી, ખોખડદડ, મોરબી રોડ સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ.