ચૂંટણી મોસમ આવી છે અને આ મોસમમાં વિરોધ અને આંદોલન પણ થાય છે ત્યારે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજુપુરા શેરગઢ અને શબ્દલપુરા ગામના લોકોએ લોકસભાની ચૂંટણીના બહિષ્કાર ના બેનર પણ લગાવ્યા રોડ રસ્તાની સમસ્યાને લઈને બોર્ડ લગાવી ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી આપી છે આ રસ્તાનું સમારકામ કરવા અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ના આવતા આખરે ગ્રામજનોએ બહિષ્કારનું રણશિંગુ ફુક્યું છે રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી સંગઠનના પ્રમુખ લગધીરભાઈ ચૌધરીના ગામના લોકોએ ચૂંટણી બહિષ્કારના બોર્ડ લગાવી વિકાસથી વંચિત હોય તેવા સુત્રોચાર પણ કર્યા હતા રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો ની અંદર સંસદ સભ્ય વિકાસની વાતો કરી રહ્યા છે વાતો પરંતુ ગ્રામજનોનોએ આરોપ લગાવ્યો કે અહીં કોઈ વિકાસ થયો નથી એક બાજુ મોદી સાહેબની ગેરંટી ની વાતો બીજી બાજુ લોકો મતદાનનો બહિષ્કારની કરી રહ્યા છે વાત ખુદ ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ સંગઠનના ગામના લોકો જ મતદાનનો બહિષ્કારની કરી રહ્યા છે