ભારતમાં વસ્તીને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. પરિવાર હવે માત્ર એક બાળક પસંદ કરી રહ્યુ છે. લોકો મોંઘવારી અને શિક્ષણ અને ખુદ ની એક સ્વતંત્ર વિચારધારા અનુસરતા થાય છે અને એના લીધે એક જ સંતાન વિચારે છે.જેને લઇને દેશભરમાં જન્મદરમાં ઘટાડો થયો છે. ભારત દેશમાં હવે ‘હમ દો હમારે દો’નો વ્યાપ પણ ઝડપથી ઘટી રહ્યો છે. દેશમાં મોટો વર્ગ એવો છે જે માત્ર એક જ બાળક ઈચ્છે છે. આ કારણે ભારતમાં 2050 સુધીમાં જન્મદરમાં ઘટાડો થશે. લૈસેન્ટના એક રિપોર્ટમાં આ ચેતવણી આપવામાં આવી છે. 1950માં ભારતમાં કુલ જન્મ દર 6.18 હતો, જે 1980માં ઘટીને 4.6 થઈ ગયો છે. એટલું જ નહીં 2021માં તે ઝડપથી ઘટીને 1.91 પર અટકી ગયો છે. આ રીપ્લેસમેન્ટ લેવલ કરતાં ઓછું છે રીપ્લેસમેન્ટ લેવલ માટે જન્મ દર ઓછામાં ઓછો 2.1 હોવો જોઈએ. આવી સ્થિતિમાં આ એક મોટા સંકટનો સંકેત પણ છે. એવો અંદાજ છે કે 2050 સુધીમાં ભારતમાં જન્મ દર માત્ર 1.29 જ રહેશે. આનાથી તરત જ વસ્તી ઘટશે નહીં, પરંતુ તેમાં યુવાનોનું પ્રમાણ ઘટતું રહેશે. પછી 2100 સુધીમાં આ સંકટ વધુ વિકટ થશે.
જો લેન્સેટનો આ રિપોર્ટ સાચો સાબિત થશે તો આવનારા દાયકાઓમાં ભારતને મોટા પડકારનો સામનો કરવો પડશે. જો જન્મ દરમાં ઝડપી ઘટાડો થશે તો કર્મચારીઓની અછત સર્જાશે અને તેનાથી અર્થતંત્રને આંચકો લાગશે. આ ઉપરાંત યુવાનો કરતાં વૃદ્ધોની વસ્તી વધુ હશે, કોની કાળજી લેવી એ પણ એક પડકાર બની રહેશે. એટલું જ નહીં આરોગ્ય સેવાઓ પર પણ મોટો બોજ પડશે. એટલું જ નહીં લિંગ અસમાનતાનું સંકટ પણ આવશે. તેનું કારણ પણ એક નવો ટ્રેન્ડ છે. પહેલુ સંતાન છોકરો થયા પછી પરિવાર બીજુ સંતાન નથી ઇચ્છતા હોતા. નિષ્ણાંતોનું માનવું છે કે બાળકોનો જન્મદર ઓછો થવાનું એક કારણ એ છે કે દેશના વિકાસની સાથે લોકોની આકાંક્ષાઓ પણ વધી છે. લોકો બાળકો પર ઘણો ખર્ચ કરે છે. આવી સ્થિતિમાં જો વધુ બાળકો હોય તો ખર્ચ વધુ થશે. તેનાથી બચવા માટે લોકો ઓછા બાળકોને મહત્વ આપી રહ્યા છે.આ સિવાય મહિલાઓ મોટા પાયે શિક્ષિત બની રહી છે અને તેમની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જેના કારણે પણ અસર પડી છે. વિલંબિત લગ્ન પણ એક કારણ બની રહ્યું છે. ઝડપી શહેરીકરણ અને ગર્ભનિરોધક લોકોને સરળતાથી મળી રહ્યા છે જેને લીધે પણ અસર જોવા મળે છે. નિષ્ણાતો માને છે કે ભારતને આ પડકારનો સામનો કરવા માટે હજુ થોડા દાયકાઓ બાકી છે, તેમ છતાં અત્યારથી જ આયોજન કરવું પડશે. સરકારોએ માતૃત્વને ઓછું ખર્ચાળ બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ. આનાથી લોકોને અમુક અંશે ઓછામાં ઓછા બે બાળકોના જન્મ માટે પણ પ્રેરણા મળશે. તમને જણાવી દઈએ કે ઈટાલી, જાપાન, રશિયા જેવા ઘણા દેશ છે જે પહેલાથી જ આવા સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. આ દેશોમાં વસ્તી સતત ઘટી રહી છે અને સરકારો તેને લઈને ચિંતિત છે. આમાંનો એક દેશ દક્ષિણ કોરિયા છે. હાલમાં જ સાઉથ કોરિયાના એક નેતાએ કહ્યું હતું કે જો સ્થિતિ આવી જ રહેશે તો આપણું અસ્તિત્વ જોખમમાં આવી જશે. ‘હવે અમે બે અમારું એક’ ભારતમાં એ પ્રકારની વિચારધારા થી લોકોમાં એકજ બાળકનો ક્રેઝ વધ્યો છે. જેનાથી 2050માં ઘટી જશે વસતી