ગીરના જંગલમાં અકાળે સિંહના મોતને લઇ હાઇકોર્ટે રેલ્વે વિભાગ સામે લાલઆંખ કરી છે. હાઇકોર્ટે ગીરના જંગલમાં ટ્રેનના રૂટ પર થતા સિંહના મોતને લઇ જવાબ આપવા આદેશ કર્યો છે. હાઇકોર્ટે રેલવે વિભાગને આકરા શબ્દોમાં સિંહના મોતને લઇ રેલવે વિભાગે શું કર્યું તેનો જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. આ સાથે જ ભવિષ્યમાં રેલ્વે વિભાગ દ્વારા કેવા પગલાં લેવાશે તેને લઇને પણ રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે. મહત્વનું છે કે બૃહદ ગીરમાં છેલ્લા 2 વર્ષમાં 184 સિંહના મોત થયા હોવાનો કોર્ટ મિત્રએ ખુલાસો કર્યો છે. જેમાં 32 સિંહના અકસ્માતે મોત થયાના આંકડા સામે આવ્યા છે. જંગલમાંથી પસાર થતી રેલવે લાઇન અને ઝડપથી ચાલતી ટ્રેનને કારણે સિંહના મોત થઇ રહ્યા હોવાની અરજી કરાતાં હાઇકોર્ટે રેલવે વિભાગને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. ત્યારે સિંહના મોત અંગે રેલવે વિભાગને 26 માર્ચે જવાબ રજૂ કરવા આદેશ અપાયો છે.
સિંહોના થતા અકાળે મૃત્યુ મુદે હાઇકોર્ટની લાલ આંખ કરી છે. રેલવે વિભાગને વિગતવર જવાબ રજૂ કરવા હાઇકોર્ટનો કડક આદેશ છે. સિંહોના અકસ્માતે થતા મોતને લઇ રેલવે વિભાગે શુ કર્યુ અને શું કરશે તે વિગતવાર રિપોર્ટ રજૂ કરવો પડશે. છેલ્લા 2 વર્ષમાં 184 માંથી 32 સિંહોના આકસ્મિક મૃત્યુ થયા હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો છે. સિંહોના વિસ્તારમાં રેલવે લાઈન હોવાથી સિંહોના અકાળે મોત થતા હોવાની કોર્ટ મિત્રની રજૂઆત છે. ગીરના ગેરકાનૂની રીતે લાયન થતાં હોવાનો કોર્ટ મિત્રનો કોર્ટમાં દાવો હતો.
એડવોકેટ હેમાંગ શાહએ જણાવ્યુ હતુ કે, હાઈકોર્ટ દ્વારા રેલવે વિભાગનો જવાબ માગ્યો છે. રેલવેના વકીલ લેટ આવતા કોર્ટ દ્વારા તેમનો ઉધળો લેવામાં આવ્યો હતો. અને સિંહોની સુરક્ષા માટે શું પગલા લીધા તેની સ્પષ્ટતા કરવા રેલવે વિભાગને આદેશ કરાયો છે. રેલ્વે વિભાગ દ્વારા જંગલ એરિયામાં ટ્રેનની સ્પીડ સ્લો કરવાની હોય છે, નિર્ધારિત ગતિ પર ટ્રેન ચલાવવાની હોય છે પરંતુ ઘણા ડ્રાઇવરો દ્વારા તેનો અમલ કરવામાં આવતો નથી.જેને કારણે જંગલ વિસ્તારમાં પાટા પર સિંહો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. સિંહના મોત અંગે રેલવે વિભાગને 26 માર્ચે જવાબ રજૂ કરવા આદેશ અપાયો છે.
વિશ્વમાં એશિયાટીક સિંહોનું એકમાત્ર ઘર ગીર જંગલ અને સૌરાષ્ટ્રના અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લામાં ફેલાયેલા અન્ય સંરક્ષિત વિસ્તારો છે. વન વિભાગના જણાવ્યા અનુસાર 2020 માં એશિયાટિક સિંહોની વસ્તી 674 હોવાનો અંદાજ છે. રેલ્વેએ એ પણ રેખાંકિત કર્યું છે કે, રેલ્વે ટ્રેકની આસપાસ સિંહોની હિલચાલ નોંધપાત્ર રીતે વધી છે.