સીએમ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે. ગુરુવારે, કોર્ટે કહ્યું કે તેમને ધરપકડથી કોઇ રાહત આપવામાં નહીં આવે. વાસ્તવમાં, કેજરીવાલ EDના સમન્સ પર પૂછપરછ માટે આવી રહ્યા ન હતા, તેમણે કોર્ટને એવી અરજી કરી હતી કે ઇડી ખાતરી આપે કે તેમની ધરપકડ કરવામાં આવશે નહીં તો તેઓ ઇડી સમક્ષ હાજર થઇ તપાસમાં સહયોગ આપવા તૈયાર છે.. કોર્ટે કહ્યું કે કેજરીવાલે સમન્સના જવાબમાં ED સમક્ષ હાજર થવું પડશે, તેમની ધરપકડ પર કોઈ સ્ટે નથી.
ED સમન્સના કેસમાં દિલ્હી હાઈકોર્ટે ED પાસે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ પુરાવા માંગ્યા હતા. આ પછી EDના અધિકારીઓ પુરાવા સાથે જજની ચેમ્બરમાં પહોંચ્યા. ન્યાયાધીશ હવે પુરાવાની ફાઇલ જોઈ રહ્યા છે. માનવામાં આવે છે કે પુરાવા જોયા બાદ જજ આજે જ આ મામલે મોટો નિર્ણય લઈ શકે છે.
વાસ્તવમાં સીએમ કેજરીવાલે ED સમન્સના મામલે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. સુનાવણી દરમિયાન, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની નોટિસ પછી, દિલ્હીના સીએમ કેજરીવાલે પૂછપરછ માટે આવતા પહેલા ધરપકડ નહીં કરવાની બાંયધરી માંગી હતી. સીએમ કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે કેજરીવાલ પૂછપરછ માટે ED સમક્ષ આવશે, પરંતુ EDએ કોર્ટમાં કહેવું જોઈએ કે તેમની સામે કોઈ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે નહીં.
કોર્ટે EDને પૂછ્યું કે તમે સમન્સ પર સમન્સ મોકલી રહ્યા છો! તમે ધરપકડ કેમ ન કરી? કોણ રોકે છે? EDના વકીલ એએસજી એસવી રાજુએ કહ્યું કે તેમને ખબર નથી કે તેમને કોણે કહ્યું કે અમે તેમને ધરપકડ કરવા માટે બોલાવી રહ્યા છીએ.અમારે પૂછપરછ કરવી છે.. .. EDએ કહ્યું કે અમને સમન્સનો અધિકાર છે. તેઓએ અમારા સમન્સ પર આવવું જોઈએ અને તપાસમાં સહકાર આપવો જોઈએ અને અમારા પ્રશ્નોના જવાબ આપવા જોઈએ.