લોકસભા ચૂંટણી ની જાહેરાત બધ રાજકીય પક્ષો માં અનેક ચહલપહલ જોવા મળી રહી છે. ક્યાંક એક પક્ષે રાજીનામું આપી રહ્યા છે તો ક્યાંક રાજકીય પક્ષો માં ઉમેદવારી મેળવી રહ્યા છે.લોકસભા ચૂંટણી પહેલા જ વડોદરાથી રંજનબેન ભટ્ટે ચૂંટણી ન લડવાની જાહેરાત કરતાંની સાથે જ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. આ બધાની વચ્ચે હવે ખુદ રંજનબેન ભટ્ટનું નિવેદન સામે આવ્યું છે. મહત્વનું છે કે, પોસ્ટર વિવાદ વચ્ચે રંજનબેને ચૂંટણી લડવાનો ઈનકાર કરતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કર્યા બાદ રંજનબેને પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ચૂંટણી ન લડવાનું પક્ષ દ્વારા નથી કહેવામાં આવ્યું. પક્ષે મને ચૂંટણી લડવાની તક આપી, પણ મારે હવે નથી લડવી.
વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટને ભાજપે આ વખતે સતત ત્રીજી વાર લોકસભાની ટિકિટ આપી છે. જોકે રંજનબેન ઉમેદવાર તરીકે જાહેર થતાં જ ભારે વિવાદ થયો છે. જે બાદમાં હવે આજે તેમણે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. રંજનબેન ભટ્ટે જણાવ્યું કે, મારા લોકોએ મને ખૂબ પ્રેમ આપ્યો છે, PM મોદીએ મને 10 વર્ષ લોકોની સેવા કરવાનો મોકો આપ્યો છે. આ સાથે હાલમાં ચાલતા વિવાદોને લઈ તેમણે કહ્યું કે, મારા વિશે જે ચલાવવામાં આવ્યું તે ખોટું છે. તેમણે કહ્યું કે, વિવાદ ચાલું રહે તેના કરતા ચૂંટણી ન લડવી સારી.
સંસ્કારી નગરી વડોદરા લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે હવે ચૂંટણી લડવા ઇનકાર કર્યો છે. મહત્વનું છે કે, સતત ત્રીજી વખત ભાજપથી રંજનબેન ભટ્ટનું નામ જાહેર થયા બાદ જ આંતરિક ડખો જોવા મળ્યો હતો. વાત તો એટલા સુધી પહોંચી છે વડોદરા પૂર્વ મેયરે પણ તેમના વાંધો ઉઠાવ્યો હતો. આ સાથે અનેક કાર્યકરોએ પણ રંજનબેનનો વિરોધ કર્યો હતો. આ સાથે ભાજપના જ રાષ્ટ્રીય મહિલા મોરચાના માજી ઉપાધ્યક્ષ ડો. જ્યોતિબેન પંડ્યાએ ભ્રષ્ટાચારના આક્ષેપો મૂકી રંજનબેનને કરવામાં આવેલા રિપીટ અંગે નારાજગી વ્યક્ત કરી હતી.
આ તરફ વડોદરાના અનેક વિસ્તારોમાં રંજનબેનના વિરોધમાં પોસ્ટર પણ લાગ્યા હતા. આ બધાની વચ્ચે હવે ખુદ સાંસદે ચૂંટણી લડવાની ના પાડી છે. વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે ફેસબુક પર પોસ્ટ મૂકીને કહ્યું કે, હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા ચૂંટણી 2024 ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવુ છું.