જો તમે અમેરિકા જવા માગો છો, તો આ સમાચાર તમારા કામના છે. આગળ તમે હેડલાઈનમાં વાંચ્યુ તે પ્રમાણે અમેરિકા દ્વારા H-1B કેપ માટે રજિસ્ટ્રેશનની સમય મર્યાદા લંબાવવામાં આવી છે.USCIS એટલે કે અમેરિકન સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસિસ દ્વારા કરવામાં આવેલી નવી જાહેરાત મુજબ હવે H1-B વિઝા માટે 25 માર્ચ 2024 સુધી રજિસ્ટ્રેશન કરાવી શકાશે. વિઝાના રજિસ્ટ્રેશનમાં આવેલી ટેક્નિકલ મુશ્કેલીઓને દ્યાનમાં રાખીને રજિસ્ટ્રેશનનો સમય લંબાવવામાં આવ્યો છે. આ ઉપરાંત અત્યાર સુધી ટેક્નિકલ ઈસ્યુના કારણે જેમને પણ રજિસ્ટ્રેશનમાં મુશ્કેલી પડી છે, તે યુઝર્સ પણ હવે ઓનલાઈન અકાઉન્ટનો ઉપયોગ કરી શક્શે. જે અરજીકર્તાઓની અરજી સિલેક્ટ થઈ છે, તેમને 31 માર્ચ પહેલા જાણ કરી દેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા એચ 1 બી વિઝા માટે અરજી કરવાની છેલ્લી તારીખ 22 માર્ચ હતી. પરંતુ ઘણા અરજીકર્તાઓએ ફરિયાદ કરી હતી કે ટેક્નિકલ ઈસ્યુના કારણે તેઓ રજિસ્ટ્રેશન કરાવી શક્તા નથી. પરિણામે આ રજિસ્ટ્રેશનનો ગાળો 2 દિવસ વધારવામાં આવ્યો છે. હવે આવતીકાલે રિવિવાર એટલે કે 24 માર્ચ સુધી યુઝર્સ રજિસ્ટ્રેશન કરાવી શક્શે. USCISના જણાવ્યા પ્રમાણે જે વ્યક્તિઓને અસર પહોંચી છે, તેઓ માટે તારીખ બે દિવસ લંબાવાઈ છે. આ લંબાવાયેલા ગાળા દરમિયાન અરજદારોએ અથવા તેમના પ્રતિનિધીએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા માટે USCISના અકાઉન્ટનો જ ઉપયોગ કરવો પડશે. આ ઉપરાંત તેમણે રજિસ્ટ્રેશન ફી પણ ભરવાની રહેશે.
આ પહેલા USCIS દ્વારા 28 ફેબ્રુઆરીના રોજ USCISના અકાઉન્ટ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં કોઈ સંસ્થાની અંદર કામ કરતા વ્યક્તિઓ અને તેમના લીગલ એડવાઈઝર વચ્ચે એચ વન બી વિઝાની અરજી અને ફોર્મ I-907, પ્રીમિયમ પ્રોસેસિંગ અંગે સહયોગને લઈ માહિતી અપાઈ હતી. નવી પ્રોસેસમાં અરજીકર્તાઓને અગવડ ન પડે તે માટે USCIS દ્વારા ફેબ્રુઆરીમાં ખાસ ટેક ટોક નામથી સત્રો પણ શરૂ કર્યા હતા.
આ પહેલા અમેરિકાના તંત્ર દ્વારા H1-B અને L1 Visas માટેની પ્રોસેસિંગ ફીમાં પણ વધારો કરાયો હતો. નોન ઈમિગ્રેશન વર્કર એપ્લિકેશન જેમ કે H1-B અને L1 Visas માટે વપરાતા Form I-129 માટે પ્રીમિયમ પ્રોસેસિંગ ફીઝમાં 12 ટકા વધારીને 2,805 ડૉલર્સ કરી દેવામાં છે. આ ફી વધારો આજથી એટલે કે 26 ફેબ્રુઆરીથી જ લાગુ થઈ ચૂક્યો છે.