મેટ્રો કનેક્ટિવિટીને લઈ ગાંધીનગરવાસીઓ માટે મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારે થોડા મહિનામાં મેટ્રો ગાંધીનગરપહોંચશે. મેટ્રે રેલ ફેઝ-2 નું ટ્રાયલ એપ્રિલ માસમાં શરૂ થશે. ગિફ્ટ સિટી પાસે સાબરમતી નદી પર મેટ્રે બ્રિજનું કામ અંતિમ ચરણમાં છે. સાબરમતી નદી પર બ્રિજનાં 23 માંથી 22 સ્પાન લગાવી દેવાયા છે. બ્રિજનાં સ્પાનની કામગીરી પૂર્ણ થયા બાદ આગળની કામગીરી હાથ ધરાશે. મેટ્રોની રેલિંગ, પાટા અને સિગ્રનલનાં સપ્લાયનું કામ જલ્દી શરૂ કરાશે.
અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ફેઝ-2 ની કામગીરી હાલ પુર ઝડપે ચાલી રહી છે. ત્યારે હાલ અમદાવાદથી ગાંધીનગરગીફ્ટ સિટી સુધીનાં મેટ્રોનાં રૂટની કામગીરી હાલ પ્રગતિમાં છે. એપ્રિલમાં કામગીરી પૂર્ણ કર્યા બાદ ટ્રાયલ કરવામાં આવશે. ત્યારે અમદાવાદથી ગિફ્ટ સીટી સુધી મેટ્રો ટ્રેન દોડતી થતાની સાથે જ અમદાવાદથી ગાંધીનગર જતા લોકોને ખૂબ જ રાહત રહેશે.
અમદાવાદમાં મેટ્રો ફેઝ-2 માં નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગાંધીનગ સેક્ટર-1 અને ગિફ્ટ સીટીનાં 20 કિ.મી. ની કામગીરી પુર ઝડપે ચાલી રહી છે. હાલ સાબરમતી નદી તેમજ નર્મદા નદી ઉપર બે મોટા પુલોની કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે. ત્યારે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા કામગીરીને ઝડપી બનાવવામાં આવી છે. નવા વર્ષમાં એપ્રિલ માસમાં અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રે દોડતી થવાની શક્યતા છે.