લોકસભા ચૂંટણી ની જાહેરાત થી ગઈ છે ત્યારે રાજ્યમાં દરેક રાજકીય પક્ષો માં સત્તા મેળવવા સામાજિક આગેવાનો જાત જાતના નિવેદનો આપતા હોય છે ત્યારે વેરાવળ તાલુકાના ભાજપના નેતા અને કોળી સમાજના આગેવાન ગોવિંદ ઠાકોરનો એક માંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. આગામી લોકસભાની ચૂંટણીમાં જૂનાગઢમાં કોળી સમાજના આગેવાનને ટિકિટ આપવા કરી માંગ કરી છે. સાથે સાથે એ પણ કહ્યુ કે વર્તમાન સાંસદને રિપીટ કરશો તો જૂનાગઢની બેઠક હારશો. હાલમાંજ ભાજપના બે ઉમેદવારો એ પોતાની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી ત્યારે હવે સામાજિક આગેવાનો પણ અવનવા નિવેદનો આપીને નવી ચર્ચાઓ ઉભી કરે છે. હવે જોવાનુ એ રહેશે કે સામાજિક આગેવાનોની વાત ભાજપ માનશે કે પછી ભાજપ કોઈક બીજો જ રસ્તો કાઢશે.
જૂનાગઢ લોકસભાની બેઠકને લઈને ભાજપના ઉમેદવારનું કોંકડું વધુ ગૂંચવાયું છે. આ બેઠક પર લોહાણા સમાજ બાદ હવે કોળી સમાજને ટીકીટ આપવાની માંગ કરવામાં આવી છે. વેરાવળના કોળી સમાજના આગેવાન અને વેરાવરળ તાલુકાના ભાજપના નેતા ગોવિંદ સોલંકીનો વિડિયો સોશિયલ મિડીયામાં વાઈરલ થયો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે ભાજપ રાજેશ ચુડાસમાને ટિકિટ આપશે તો હારવાનો વારો આવશે. જુનાગઢ લોકસભામાં કોળી સમાજના અનેક ઉમેદવારો અને કાર્યકર્તાઓ છે જેને ટિકિટ આપવાની માંગ કરી છે. અને ગામે ગામ રાજેશ ચુડાસમાનો વિરોધ પણ હોવાનું વીડિયોમાં વાત કરવામાં આવી છે. ત્યારે હવે જૂનાગઢ લોકસભા બેઠક પર ટીકીટ ફાળવવા માટે કોળી અને લોહાણા સમાજ આમને સામને આવ્યો છે. ભાજપનાં નેતા ગોવિંદ સોલંકીએ સોશિયલ મીડિયાનાં માધ્યમથી તેઓએ જણાવ્યું હતું કે હું પ્રદેશ મોવડી મંડળને એક મેસેજ પહોંચાડવા માંગું છું. જેમાં તેઓએ કહ્યું કે, જુનાગઢમાં રાજેશભાઈને ટિકીટ મળશે તો સીટ જશે. અહીંયા દરેક તાલુકામાં રાજેશભાઈનો વિરોધ છે. તેમજ બીજી વાત એવી છે કે હું એક વખત વડાપ્રધાનને રૂબરૂ મળ્યો હતો. જેમાં તેઓને મેં વેરાવળ વિધાનસભાની સીટમાં ઉમેદવાર બદલાવજો બાકી હારી જશે. તો ઉમેદવાર બદલ્યો નહી અને હારી ગયા. એવી જ રીતે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને હું મળ્યો હતો અને ઉમેદવારનું કીધું હતું. તેમણે પણ ઉમેદવાર બદલ્યો નહી જેથી હારી ગયા. આજે હું ત્રીજી વખત કહું છું કે, રાજેશભાઈને ટિકીટ મળશે તો સીટ જશે. રાજેશભાઈનો વિરોધ દરેક તાલુકામાં છે. એટલે તમે મહેરબાની કરીને કોળી સમાજની ટિકીટ આપવાની થતી હોય તો આપો. કોળી સમાજમાં નિવિવાદિત માણસો ઘણા છે.