અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2024ની રવિવારે મેચ રમાઇ હતી જેમાં મેચ જોવા આવેલા દર્શકોએ રોહિત-રોહિતની બુમો પાડીને મેદાનમાં હાર્દિક પંડ્યાને ચિડાવ્યો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી હાર્દિક પંડ્યા મુંબઈ ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. જ્યારે પંડ્યા ટોસ માટે મેદાનમાં આવ્યો ત્યારે દર્શકોએ તેને ઉગ્ર રીતે ચીડવ્યો હતો. ઘણી વખત ચાહકોએ પંડ્યાની સામે રોહિત-રોહિતના નારા પણ લગાવ્યા હતા.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની મેચ દરમિયાન એક વિચિત્ર નજારો જોવા મળ્યો હતો. આ મેચમાં ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમો સામસામે આવી હતી. હાર્દિક પંડ્યા મુંબઈ ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. પરંતુ આ મેચ દરમિયાન જેવો હાર્દિક પંડ્યા ટોસ માટે મેદાનમાં આવ્યો, દર્શકોએ તેને ઉગ્ર રીતે ચીડવ્યો હતો. ઘણી વખત ચાહકોએ પંડ્યાની સામે રોહિત-રોહિતના નારા પણ લગાવ્યા હતા. તેના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
વાસ્તવમાં આ મેચમાં હાર્દિક પંડ્યાનો સામનો તેની જૂની ટીમ ગુજરાત ટાઇટન્સ સાથે થયો હતો. હાર્દિકના નેતૃત્વમાં ટાઇટન્સે તેની ડેબ્યૂ સીઝન (2022)માં ટાઇટલ જીત્યું હતું, જ્યારે છેલ્લી વખત આ ટીમ રનર્સઅપ રહી હતી. જોકે હાર્દિક આ સિઝનમાં ફરીથી મુંબઈની ટીમ સાથે જોડાયો છે. તેને રોહિત શર્માની જગ્યાએ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. બીજી તરફ ગુજરાત ટાઇટન્સે હાર્દિકના સ્થાને શુભમન ગીલને પોતાના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે, જેમની પાસે કેપ્ટનશિપનો બહુ ઓછો અનુભવ છે. આવી સ્થિતિમાં જ્યારે પંડ્યા મેદાન પર આવ્યો ત્યારે ગુજરાતના ચાહકોએ પંડ્યાને જોરદાર ચીડવ્યો હતો.
અમદાવાદમાં રવિવારે મેચ રમાઇ રહી હતી ત્યારે મેદાનમાં અચાનક સુરક્ષાઓને તોડીને શ્વાન આવી પહોચ્યુ હતું. શ્વાન પહોચ્યુ ત્યા દર્શકો પણ તેને જોઇને હલ્લો કરી રહ્યા હતા.મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાએ પણ કૂતરાને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે પણ રોકી શક્યા ન હતા. આખરે ગ્રાઉન્ડ સ્ટાફે કૂતરાને પકડીને ગ્રાઉન્ડમાંથી બહાર કાઢ્યો અને રમત ફરી શરૂ થઈ હતી. પરંતુ થોડી જ વારમાં આ વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા હતા જેને લઇને અનેક કમેન્ટ પણ આવી રહી હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2024ની રવિવારે મેચ રમાઇ હતી જેમાં દર્શકોએ રોહિત-રોહિતની બુમો પાડીને મેદાનમાં હાર્દિક પંડ્યાને ચિડાવ્યો હતો.એ વીડિઓ પણ વાયરલ થઇ રહ્યો છે.