ગાંધીનગરની PDPU હોસ્ટેલમાંથી યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. શંકાસ્પદ હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવતા યુવતીનું મોત હત્યા કે આત્મહત્યા તે તપાસનો વિષય બન્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.ગાંધીનગરમાં પીડીપીયુ કેમ્પસમાં યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પીડીપીયુની હોસ્ટેલ ખાતે યુવતિનો મૃતદેહ મળી આવ્યો છે. યુવતીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે યુવતું મોત કેવી રીતે થયું છે તે ચર્ચાનો વિષય બન્યો છે. યુવતીએ આત્મહત્યા કરી કે હત્યા તે તપાસનો વિષય બન્યો છે. હાલ યુવતીના મૃતદેહને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
ગાંધીનગરમાં રાયસણમાં પીડીપીયુની હોસ્ટેલ આવેલી છે. યુનિવર્સિટીમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ અહી રહેતા હોય છે. ત્યારે આ જે PDPU હોસ્ટેલમાંથી એક યુવતિની લાશ મળી આવી છે. આ લાશ શંકાસ્પદ હાલતમાં મળી છે. યુવતિનું શરીર ભારે છે જ્યારે તેણે કાળા કલરના કપડા પહેરેલા છે તે કેમ્પસમાં ઉધા માથે પડેલી જોવા મળી હતી. આ યુવતિનું કયા સંજોગોમાં મોત નીપજ્યુ છે તેને લઇને પોલીસે તપાસ શરૂ કરી છે. યુવતિએ આત્મહત્યા કરી કે તેની હત્યા કરવામાં આવી તે દિશામાં તપાસ કરવી જરૂરી બની છે.
ગાંધીનગરનાં રાયસણ પીડીપીયુ કોલેજની હોસ્ટેલમાં અગાઉ પણ ચોરીની ઘટના બની હતી. એક વિદ્યાર્થીના પર્સમાંથી 11 હજાર રોકડા ચોરાઈ ગયા હતા. હોસ્ટેલના રૂમના કબાટમાં રાખેલ પર્સમાંથી બે વખત ચોરી થવા અંગે વિદ્યાર્થીએ હોસ્ટેલ મેનેજમેન્ટમાં જાણ કરવા છતાં કોઈ પગલાં ભરવામાં નહીં આવતાં આખરે ઈન્ફોસિટી પોલીસ મથકમાં વિદ્યાર્થી દ્વારા તે સમયે ફરિયાદ કરવામાં આવી હતી.